જામનગરમાં એસ.ટી. ડેપો રોડ પર સાંજના સમયે ટ્રાવેલ્સમાં પેસેન્જરો ભરવાની બાબતનો ખાર રાખી આઠ શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં એસ.ટી. ડેપો રોડ પર ટ્રાવેલ્સના વાહનોમાં પેસેન્જરો ભરવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી શુક્રવારે સાંજના સમયે દિપક વિરમ ધારાણી નામના યુવાન ઉપર રાયા મસુરા, રમેશ મસુરા, ભરત મસુરા, વનરાજસિંહ જાડેજા અને ચાર અજાણ્યા સહિતના આઠ શખ્સોએ યુવાન ઉપર લાકડાના ધોકા અને લોખંડના પાઈપ જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ એક શખ્સે છરીનો ઘા પણ ઝીંકયો હતો. હુમલામાં પુત્રને છોડાવવા વચ્ચે પડેલા તેના પિતાને લાકડાના ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં હુમલામાં ઘવાયેલ પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ આઈ.આઈ. નોયડા તથા સ્ટાફે દિપકના નિવેદનના આધારે આઠ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં પેસેન્જર ભરવા બાબતે યુવાન ઉપર આઠ શખ્સોનો હુમલો
શુક્રવારે સાંજે એસટી રોડ પર આંતરીને ધોકા અને પાઈપ વડે માર માર્યો : પુત્રને છોડાવવા વચ્ચે પડેલા પિતા ઘવાયા : પોલીસ દ્વારા આઠ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ