મિઝોરમમાં સોમવારે એક પથ્થરની ખાણ ધરાશાયી થઈ ગઈ હતી જેમાં 12 મજૂરો ફસાયા હતા. અત્યાર સુધીમાં 8 મૃતદેહો મળી આવ્યા છે અને ત્રણ લોકોના શરીરના કેટલાક અંગો મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તમામ બિહારના રહેવાસી છે. SDRF, BSF અને આસામ રાઈફલ્સની ટીમ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.
હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ એક મોટી પથ્થરની ખાણ છે. ખાણકામમાં રોકાયેલા 12 મજૂરો ફસાઈ ગયા હતા. આ અકસ્માત હનાથિયાલ જિલ્લામાં થયો હતો. અચાનક થયેલા અકસ્માતને કારણે ત્યાં હાજર મજૂરોને ભાગવાની તક પણ મળી ન હતી. સમાચાર મળતાં જ આસપાસના ગામોના લોકો પહોંચી ગયા અને ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. એસડીઆરએફ, બીએસએફ અને આસામ રાઈફલ્સની ટીમો હજુ પણ રાહત અને બચાવમાં લાગેલી છે.