જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં આજરોજ ઇદ-ઉલ-અદહાની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરની ઇદગાહ સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ જામનગરના સંખ્યાબંધ લોકો દ્વારા ઘરોમાં યથાશક્તિ કુરબાની અદા કરી હતી. ઇદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા પરસ્પર ઇદની શુભેચ્છા પાઠવી હતી. જામનગરની ઇદગાહ ખાતે ઇદની નમાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટરો અલ્તાફ ખફી, આનંદ રાઠોડ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં અને મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા પાઠવી હતી.