સુપ્રિમ કોર્ટના ચૂકાદાને અનુલક્ષીને અનુ.જાતિ અને અનુ. જનજાતિ સમાજ દ્વારા આ ચૂકાદાના વિરોધમાં દેશ વ્યાપી ભારત બંધનું એલાન કરીને આ વિરોધમાં જોડાવા માટે આહવાન કર્યુ છે. ત્યારે જામનગરમાં પણ આ ભારતબંધના એલાનના પડઘા વાગી રહ્યા છે.
સમગ્ર દેશમાં એસસી/એસટી સમાજમાં આવતી જાતિઓને સંવિધાનમાં અપાયેલા અધિકારોને ધીરે ધીરે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવર્તન કરી રહ્યા છે. આવા સમયે મનુવાદી માનસિકતા ધરાવતી કેન્દ્ર સરકાર અને અન્ય મનુવાદી પાર્ટીઓ ખતરામાં આવી જતા એસસી/એસટી સમાજને બંધારણમાં અપાયેલા અધિકારોથી વંચિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે અનુ. જાતિ / અનુ. જનજાતિ સમાજને દેશવ્યાપી ભારત બંધના એલાનમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં પણ ‘નકલો બહાર મકાનો સે, જંગ લડો બેઈમાનો સે….’ ના નારા સાથે અનુ. જાતિ/અનુ.જનજાતિ સમાજ મોટી સંખ્યામાં આ વિરોધમાં જોડાયો હતો.
સુપ્રિમના ચૂકાદા દ્વારા એસસી/એસટી સમાજના અધિકારોમાં તરાપ મારી જાતિમાં ઉંચ-નીચના વર્ગીકરણ કરી, આદિવાસીઓ અને દલિતોના અધિકારોને હડપ કરવાના આ ચૂકાદાના વિરોધમાં જામનગરના અનુ. જાતિ /અનુ.જનજાતિ સમાજ એક દિવસ ધંધા-રોજગાર બંધ રાખી આ બંધના એલાનમાં જોડાયા હતાં.