Sunday, December 22, 2024
Homeરાજ્યવાવાઝોડાની અસર: કાલાવડમાં એક અને ધ્રોલમાં પોણો ઈંચ વરસાદ

વાવાઝોડાની અસર: કાલાવડમાં એક અને ધ્રોલમાં પોણો ઈંચ વરસાદ

સમગ્ર પંથકમાં ધાબડિયું વાતાવરણ: જોડિયા અને લાલપુરમાં સામાન્ય ઝાપટાં

- Advertisement -

દરિયામાં સર્જાયેલા તાઉ-તે વાવાઝોડુ ત્રાટકવાની આગાહીના પગલે સમગ્ર રાજ્યમાં એલર્ટ કરી દેવામાં આવ્યું હતું અને તેમાં પણ ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોએ હાઈ-એલર્ટ કરી દેવામાં આવ્યાં હતાં. વાવાઝોડાની અસરના ભાગરૂપે જામનગર જિલ્લાના કાલાવડમાં તેજ પવન સાથે એક ઈંચ અને ધ્રોલમાં પવનના સુસવાટા સાથે પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

અરબી સમુદ્રમાં સર્જાયેલા તાઉ-તે વાવાઝોડુ મંગળવારે ગુજરાત રાજ્યમાં દરિયાકિનારે ત્રાટકવાની આગાહીના પગલે સમગ્ર રાજ્યમાં એલર્ટ અને દરિયા કિનારાના ગામોમાં હાઈએલર્ટ કરી દેવામાં આવ્યાં હતાં. ઉપરાંત દરિયાકિનારે રહેતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સર્જાયેલા ચક્રવાત ભાવનગર, દિવ, મહુવા, ઉના અને અમદાવાદમાં ત્રાટકયું હતું તેમજ પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. આ માહોલ વચ્ચે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પવનની સાથે સાથે ધીમી ધારે એક ઈંચ પાણી આકાશમાં વરસ્યું હતું. જ્યારે ધ્રોલ પંથકમાં પવનના સુસવાટા સાથે પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો અને જોડિયા તથા લાલપુરમાં સામાન્ય ઝાપટાં પડયાંનું કલેકટર ક્ધટ્રોલ દ્વારા જાહેર કરાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular