Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયખાદ્યતેલોના ભાવોમાં ફરી ભડકો!

ખાદ્યતેલોના ભાવોમાં ફરી ભડકો!

હાલમાં જ પેટ્રોલ અને ડીઝલની કિંમતો પ્રજાની કમર તોડી રહી છે. તો બીજી બાજુ ખાદ્યતેલનાં ભાવો પણ ગૃહિણીઓને રડાવી રહ્યા છે. અને ખોરાકના સ્વાદને બગાડી રહ્યો છે. હવે મોંઘવારીનો અસહ્ય માર પ્રજા પર પડી રહ્યો છે. અને ખાદ્યતેલના ભાવ ઓલટાઈમ હાઈ પહોંચી ગયા છે. સીંગતેલ, કપાસિયા તેલમાં રૂ.40નો ભાવ વધારો થયો
ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. ખાદ્યતેલ ના ભાવ ઓલટાઇમ હાઈ પહોંચી ગયા છે. સનફલાવરમાં 60 રૂપિયાનો ભાવ વધારો થયો છે. જ્યારે કપાસિયા અને સીંગતેલમાં 40 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે સીંગતેલના ડબ્બાનો ભાવ 2580 પર પહોંચ્યો છે. અને કપાસિયા તેલના ભાવ 2150ની આસપાસ પહોંચી ગયા છે. અને આગામી સમયમાં હજુ 3000 સુધી ભાવ પહોંચે તો નવાઈ નહીં.

- Advertisement -

ખાદ્યતેલનાં ભાવો રોકેટ ગતિએ પહોંચતાં સામાન્ય પ્રજામાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અને ખાદ્યતેલની કિંમતો ક્યારે અંકુશમાં આવશે તેના પર હાલ સૌ કોઈની નજરો છે. તો સટોડિયાઓને કારણે પણ ભાવ વધારો થતો હોવાની ચર્ચા છે. ત્યારે સરકાર ક્યારે ખાદ્યતેલના ભાવો પર અંકુશ મેળવશે તે જોવું રહ્યું. બાકી સામાન્ય પ્રજાને તો કારમી મોંઘવારીમાં પિસાતા જ રહેવાનું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular