આજે ગુરૂપૂર્ણિમાના પાવન અવસર પર યાત્રાધામ દ્વારકા ખાતે ભકતોનો મહાસાગર જોવા મળ્યો હતો. આજે વહેલીસવારથી જ હજારો ભકતો ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન માટે ઉમટી પડયા હતાં. ત્યારે છપ્પન સીડી પર ભકતોની ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતાં. ત્યારે પોલીસ અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ભકતો નિવિઘ્ન રીતે દર્શન કરી શકે તેવી વ્યવસ્થાઓ કરાઈ હતી અને ગુરૂપૂર્ણિમાના દિવસે દ્વારકા ખાતે શ્રદ્ધા શિસ્ત અને સંસ્કૃતિનો સંગમ જોવા મળી રહ્યો હતો.
View this post on Instagram


