Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરદ્વારકા જિલ્લામાં વ્યાપક વરસાદથી નદીનાળા છલકાયા

દ્વારકા જિલ્લામાં વ્યાપક વરસાદથી નદીનાળા છલકાયા

મોટી ખોખરી ગામે ડાયવર્ઝન ધોવાયું: લોકો પરેશાન

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસની મેઘ સવારીથી જિલ્લાના મોટાભાગના નાના જળ સ્ત્રોતો છલકાઈ ગયા છે અને મોટા ડેમોમાં નવા નીરની ધીંગી આવક થવા પામી છે. ગઈકાલે મુશળધાર વરસાદના પગલે ખંભાળિયાના ઘી ડેમમાં 11 ફૂટથી વધુ પાણી સંગ્રહિત થઇ જતા શહેરને એક વર્ષ ચાલે તેટલું પાણી આવી ગયું છે. આ સહિત ખંભાળિયા નજીક આવેલો સિંહણ ડેમ પણ અડધો ભરાઈ ગયો છે અને તેની સપાટી પણ 11 ફૂટની થઈ ગઈ છે.

- Advertisement -

ખંભાળિયા તથા ભાણવડ પંથકમાં વાવણી પછી આ ત્રીજો અને સમયસર વરસાદ તેમજ આજરોજ ઉઘાડ નીકળતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે અને પાક પાણીનું ચિત્ર વધુ ઊજળું થયું છે. ખંભાળિયા તાલુકામાં પાંચ ઈંચ તથા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણથી પાંચ ઈંચ સુધીના વ્યાપક વરસાદથી ઠેર ઠેર નદીઓમાં પૂર આવ્યા હતા. તો અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. વાડી વિસ્તારમાં આવેલા બોર-કુવા અને વાવ છલકાઈ ગયા છે.

ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી ગામે આવેલા પુલ અને રસ્તાનું કામ ચાલુ હોય, ગઈકાલે રવિવારે પડેલા વ્યાપક વરસાદથી નદીમાં પુર આવતા રસ્તા પાસેનું આખુ ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું. આ માસમાં સતત બીજી વખત ડાયવર્ઝન ધોવાઈ જતા ગામમાં આવવા-જવર કરવા માટે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને થોડો સમય કેટલાક લોકો ફસાઈ ગયા હતા.

- Advertisement -

ગઈકાલના નોંધપાત્ર વરસાદ પછી જિલ્લાના વર્તુળ – 2 ડેમમાં 6.07 ફૂટ, વેરાડી 1 માં 5.90 ફૂટ, વેરાડી 2 માં 13.78, મીણસારમાં 11.81, વર્તુ – 1 માં 9.84, કબરકામાં 8.86, સોનમતીમાં 14.76, શેઢા ભાડથરીમાં 3.44, ઘી ડેમમાં 11.02, ગઢકી ડેમમાં 4.26, કંડોરણા ડેમમાં 6.56 અને મહાદેવિયા ડેમમાં 9.51 ફૂટની સપાટી થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular