Saturday, November 23, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લા પંચાયત પ્રથમ વખત સતત પાંચ વર્ષ ભાજપના કબજામાં: રેકોર્ડ

દ્વારકા જિલ્લા પંચાયત પ્રથમ વખત સતત પાંચ વર્ષ ભાજપના કબજામાં: રેકોર્ડ

- Advertisement -

જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયાને આશરે તેર વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. અત્યારે અલગ અસ્તિત્વમાં આવેલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં પ્રારંભથી જ કાવાદાવા તેમજ રાજકીય યુદ્ધનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ આ ટર્મમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સતત પાંચ વર્ષ ભાજપના કબજામાં રહેશે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં પ્રથમ પ્રમુખ તરીકે ચંદ્રસિંહ પબુભા માણેક બન્યા હતા. તે પછી સતત બે વખત કોંગ્રેસનું શાસન રહ્યું હતું. એક વખત કોંગ્રેસ દ્વારા ભાજપના સદસ્યને પ્રમુખ પદ આપીને શાસન કબજે કરવામાં આવ્યું હતું. આ પછીના અઢી વર્ષ માટે તત્કાલીન પ્રમુખ રાજીબેન મોરી પ્રમુખ બન્યા હતા. જ્યારે આગામી અઢી વર્ષ માટે હાલ બહુમતી ભાજપના 12 સભ્યો માટે આઠ સભ્યો પ્રમુખના દાવેદાર હતા. અગાઉની ટર્મમાં પ્રમુખ કોંગ્રેસના અને ઉપપ્રમુખ ભાજપના પણ રહી ચૂક્યા હતા. તો એક વખત ભાજપ-કોંગ્રેસના સરખા મતો થતા જે-તે સમયે કોંગ્રેસના પ્રમુખ ચિઠ્ઠીથી વિજેતા થયા હતા.

આ વચ્ચે આજથી આશરે પાંચેક દિવસ પૂર્વે કોંગ્રેસના 10 સભ્યો સહેલગાહ પ્રવાસે નીકળી ગયા હતા. જેનો ખર્ચ ભાજપના જિલ્લા પંચાયતના એક સદસ્ય દ્વારા આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે. અને સોદો થાય તો એક સભ્ય ગેરહાજર રહે તેવી ગોઠવણ પણ ચર્ચાતી હતી. જે વચ્ચે દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લા સાંસદ પૂનમબેન માડમે ખાસ વ્યૂહ રચના રચી અને કોંગ્રેસના પ્રમુખ માટેનું ફોર્મ ભરનાર કોંગ્રેસના સદસ્યા વેજીબેન એભાભાઈ કરમુરએ ગઈકાલે ફોર્મ પરત ખેંચી લેતા હવે આગામી અઢી વર્ષ માટે જિલ્લા સાંસદ પૂનમબેન માડમના વડપણ હેઠળ ભાજપને વધુ એક વખત પ્રમુખ પદ સાથેનું શાસન પ્રાપ્ત થયું છે.

- Advertisement -

આ માટે અહીંના પીઢ રાજકારણી અને ક્ષત્રિય આગેવાની પી.એસ. જાડેજા દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. હાલ પી.એસ. જાડેજા જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન, માર્કેટિંગ યાર્ડના ચેરમેનના પતિ તેમજ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ તથા ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ રિધ્ધિબા જાડેજાના તેઓ સસરા થાય છે.

આગામી અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે રીધ્ધીબા શક્તિસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ તરીકે અનિલ ભરતભાઈ ચાવડાનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular