દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તરીકે મોરબી જિલ્લામાંથી બદલી પામીને આવેલા જી.ટી. પંડ્યાએ ગઈકાલે શુક્રવારથી તેમનો ચાર્જ સંભાળ્યો હતો.
નવનિયુક્ત જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ શુક્રવારે તેમનો ચાર્જ સંભાળતા આ પ્રસંગે અધિકારીઓ, કર્મચારીઓ તેમની મુલાકાતીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને જિલ્લા વિશે પ્રાથમિક રીતે અવગત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકાના તત્કાલીન કલેકટર અશોક શર્માને એસ.ટી. નિગમના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપાતા નવનિયુક્ત કલેકટર જી.ટી. પંડ્યાએ ચાર્જ સંભાળ્યો છે.