Sunday, January 11, 2026
Homeરાજ્યહાલારદ્વારકાનો દરિયાકિનારો તોફાની બનવાની શકયતા

દ્વારકાનો દરિયાકિનારો તોફાની બનવાની શકયતા

હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 4 થી તા. 8 માર્ચ સુધી દરિયામાં પવનની ઝડપ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની તેમજ આ ઝડપ વધીને 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે જેના કારણે દરિયો એકદમ તોફાની બની રહેશે તેવી શક્યતાને ધ્યાને લઈ, અને જિલ્લાના માછીમારોને ખાસ તકેદારી રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -

તોફાની દરિયામાં માછીમારોને જાન-માલની નુકસાની ન થાય તે હેતુથી ઓખા મત્સ્યોધ્યોગ મદદનીશ નિયામક દ્વારા માછીમારોને ખાસ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular