કોરોના કાળમાં મહિનાઓ સુધી સ્કુલો બંધ રહેવાથી બાળકો-વિદ્યાર્થીઓના શિક્ષણને મોટો આંચકો લાગ્યો છે.ખાસ કરીને બાળકો ગણિતમાં પાછળ રહી ગયા છે. ઓનલાઈન કલાસમાં ગણિતના દાખલાઓની બાળકાને સમજ પડી શકતી નથી.
ધો.3 થી 8 ના વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં એવુ બહાર આવ્યું છે કે બાળકો અન્ય વિષયોની સરખામણીએ ચાર ગણા વધુ નબળા રહી ગયા છે. અમેરિકા સ્થિત નોર્થવેસ્ટ ઈવેલરએશન એસોસીએશન દ્વારા લાખો વિદ્યાર્થીઓના પરીણામનું વિશ્ર્લેષણ કરીને આ તારણ કાઢયુ છે. વાંચવાની સરખામણીએ ગણીતના દાખલા ગણવામાં બાળકોને વધુ મુશ્કેલી છે.
કોરોનાકાળ પૂર્વે તથા કોરોનાકાળ પછીના બાળકોનાં પરીણામો ચકાસીને તેની સરખામણી કરવામાં આવી હતી. 44 લાખ વિદ્યાર્થીના પરીણામ ચકાસવામાં આવ્યા હતા.
વાંચવાની ક્ષમતામાં કોઈ મોટો તફાવત માલુમ પડયો ન હતો. પરંતુ ગણીતનાં દાખલા ગણવામાં પાંચથી દસ ટકાનું અંતર જણાયુ હતું આજ રીતે નબળી સ્કુલોના ગ્રેડ 1 થી 5 સુધીનાં છેલ્લા ત્રણ વર્ષનાં બાળકોના પરીણામ ચકાસવામાં આવ્યા હતા તેમાં પણ બાળકોએ ગણિત વિષયમાં પકકડ ગુમાવી દીધી હોવાનું માલુમ પડયુ હતું. મોટાભાગનાં છાત્રોએ 5 થી 9 ટકા ગુણ મેળવ્યા હતા જે અગાઉની સરખામણીએ બે કે તેનાથી પણ વધુ ટકા ઓછા હતા.
નિષ્ણાંતોએ એમ કહ્યું કે, શિક્ષકો માટે પણ દુર બેસીને ઓનલાઈન ભણાવવાનું સરળ ન હતું. શિક્ષકો માટે પણ પડકારરૂપ હતું. એકાએક નવી સીસ્ટમમાં સેટ થવાનું કઠીન હ