Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરોટરી કલબ ઓફ સેનોરાઝ દ્વારા દુર્ગારાત્રી રાસોત્સવ યોજાયો

રોટરી કલબ ઓફ સેનોરાઝ દ્વારા દુર્ગારાત્રી રાસોત્સવ યોજાયો

- Advertisement -

રોટરી કલબ ઓફ સેનોરાઝ દ્વારા ગઈકાલે દુર્ગા રાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ફકત મહિલાઓની કલબ એવી રોટરી કલબ ઓફ સેનોરાઝ દ્વારા ફિઝિકલી હેન્ડિકેપ્ટ તથા મેન્ટલી ચેલેન્જ દિકરીઓ માટે ભંડોળ એકઠું કરવાના હેતુથી દુર્ગા રાત્રી ગરબા કોમ્પિટિશનનું તા. 6ના રોજ રાત્રે 8 થી 12 દરમિયાન સુમેર સ્પોર્ટસ કલબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જેમાં પાંચ વર્ષ સુધીના બાળકો માટે કિડ્સ રાઉન્ડ, 5 થી 12 વર્ષના બાળકો માટે ફ્રી સ્ટાઇલ રાઉન્ડ, 50 વર્ષથી ઉપરના માટે તાલી રાસ તેમજ 12થી 35 વર્ષ તથા 35 થી 50 વર્ષના ગ્રુપમાં તાલી રાસ, પંચીયા રાસ, ફ્રી સ્ટાઇલ રાઉન્ડમાં ગરબા કોમ્પિટિશન યોજાઈ હતી. આ ઉપરાંત 6 થી 8 દરમિયાન ટેટુ કોમ્પિટિશન ગરબા ડેકોરેશન, પટોળા કોમ્ટિશન, આરતી થાળી ડેકોરેશન, નેઇલઆર્ટ કોમ્પિટિશન સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઇવેન્ટ ચેરપર્સન જયા ચવન, કો.ચેર ક્રિષ્ના જૈન તથા પ્રાચી કીરકોલ એ જહેમત ઉઠાવી હતી. આ તકે કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, કોંગ્રેસ અગ્રણીઓ કાસમભાઈ ખફી, ભરતભાઈ વાળા, જામનગર પત્રકાર મંડળના મંત્રી કિંજલભાઈ કારસરિયા, ખજાનચી સુચીતભાઈ બારડ ઉપરાંત રોટરી કલબ ઓફ સેનોરાઝના સહારાબેન મકવાણા, ડો. કલ્પનાબેન ખંઢેરીયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular