રોટરી કલબ ઓફ સેનોરાઝ દ્વારા તા. 6 ઓકટોબરના રોજ દુર્ગા રાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ફકત મહિલાઓની કલબ એવી રોટરી કલબ ઓફ સેનોરાઝ દ્વારા ફિઝિકલી હેન્ડિકેપ્ટ તથા મેન્ટલી ચેલેન્જ દિકરીઓ માટે ભંડોળ એકઠું કરવાના હેતુથી દુર્ગા રાત્રી ગરબા કોમ્બિનેશનનું તા. 6ના રોજ રાત્રે 8 થી 12 દરમિયાન સુમેર સ્પોર્ટસ કલબ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પાંચ વર્ષ સુધીના બાળકો માટે કિડ્સ રાઉન્ડ, 5 થી 12 વર્ષના બાળકો માટે ફ્રી સ્ટાઇલ રાઉન્ડ, 50 વર્ષથી ઉપરના માટે તાલી રાસ તેમજ 12થી 35 વર્ષ તથા 35 થી 50 વર્ષના ગ્રુપમાં તાલી રાસ, પંચીયા રાસ, ફ્રી સ્ટાઇલ રાઉન્ડમાં ગરબા કોમ્પિટેશન યોજાશે. આ ઉપરાંત 6 થી 8 દરમિયાન ટેટુ કોમ્પિટેશન ગરબા ડેકોરેશન, પટોળા કોમ્ટિશન, આરતી થાળી ડેકોરેશન, નેઇલઆર્ટ કોમ્પિટેશન સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઇવેન્ટ ચેરપર્સન જયા ચવન, કો.ચેર ક્રિષ્ના જૈન તથા પ્રાચી કીરકોલ જહેમત ઉઠાવી રહ્યાં છે. વધુ વિગત માટે જયા ચવન મો. 97120 48830 તથા પ્રાચી કીરકોલ મો. 70169 07616નો સંપર્ક કરવો.