જામનગર તાલુકાનાં ફલ્લા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બે માસ થયા કાયમી ડોકટર નથી. અહીં કાયમી ડોકટર મૂકાય તેવી માંગણી રહી છે.
અનેક વખત રજૂઆતો બાદ ફલ્લાને માંડ-માંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મ્ળયું. સાત-આઠ ગામનાં મુખ્ય સેન્ટર એવા આ ફલ્લા ગામના પીએચસીમાં એમબીબીએસ કક્ષાના ડોકટર મૂકવામાં આવ્યા હતાં. પરંતુ અહીં છેલ્લા બે માસ થયા ડોકટર નથી. ચાર્જમાં આવે છે તે ક્યારે આવે તે નક્કી નથી હોતું. હાલમાં કોરોનાની મહામારી વચ્ચે માનવી જિંદગી રોળાઇ રહી છે. ગ્રામ્ય પ્રજા બિમારીથી પીડાઇ રહી છે. ત્યારે અહીં ખાસ ડોકટરની જરુર છે. દરરોજ તાવ-શરદી અને કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે કાયમી ડોકટર વગર નાના માણસો ક્યાં જાય! ગ્રામ્ય પ્રજાની વેદના તો કોઇ સાંભળો! ફલ્લા જે પણ કે તેનાથી પણ નાના ગામો જેવા કે, ધુતારપરના સીએચસીમાં પુરતો સ્ટાફ, જામવણથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોઇ ઘટ્ટ નથી. જાંબુડા સીઆરસી ઓલ વોલ, મોટી બાણુંગાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જે જિલ્લા આરોગ્ય અધિકારીનું ગામ તેમાં પણ કાયમી ડોકટર તો ફલ્લામાં આવો અન્યાય કેમ? તેમ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.