ગીર સોમનાથ જિલ્લાના મુખય મથક વેરાવળ બંદર નજીકથી કરોડો રૂપિયાનુ નશીલા પદાર્થનો જથ્થો પોલીસની ટીમે મધ્ય રાત્રીના બાતમી આધારે પોલીસે ઝડપી લેતા ચકચાર જાગી છે. પોલીસના આ મોટા ઓપરેશનમાં રાજકોટના રીસીવર આવ્યાની બાતમી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ જથ્થો દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે.
આ જથ્થો અંદાજે 350 કરોડની માતબર રકમનો હોવાનું તથા ચરસ અથવા હેરોઇન હોવાની શક્યતા છે. આ અંગે એફ.એસ.એલ. સહિત ગીર સોમનાથ એસ.ઓ.જી. અને એલ.સી.બી. સહિતની બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરેલ છે. આ બોટમાંથી પકડાયેલ નવ શખ્સો પાસેથી પ0 કિલો હેરોઇન, એક સેટેલાઇટ ફોન પણ કબજે થયા છે.
એસઓજી, એલસીબી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટમાંથી ઝડપાયેલા 9 જેટલા ખલાસીનું ઇન્ટરોગેશન કરવામાં આવી રહ્યું છે. આધારભુત સુત્રોમાંથી માહિતી મળી રહી છે તે મુજબ રાજકોટના અમુક રીસીવરો આ નશીાલ પદાર્થની ડીલીવરી લેવા માટે વેરાવળ બંદર ઉપર પણ આવી પહોંચ્યા હોવાની સુરક્ષા એજન્સીઓને બાતમી મળી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ દિશામાં પણ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. હાલ સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ત્યારે આ નશીલા પદાર્થની હેરાફેરીમાં સ્થાનિક કોઇ માછીમાર થવા કોઇ એવા ગુનાહિત માનસ ધરાવતા તત્વોની સંડોવણી છે કે કેમ ? આ ઉપરાંત આ નશીલા પદાર્થનો જથ્થો કોણે મોકલ્યો હતો. કોના દ્વારા મંગાવામાં આવ્યો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.
દરિયાઇ માર્ગે ફિશિંગ બોટમાં આ હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યું હતું. જે મધ્યરાત્રીના બાતમી આધારે પોલીસે ઝડપી પાડયું છે. રૂપિયા 13 કરોડની માતબર રકમનો જથ્થો હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે રીપોર્ટ આવ્યા બાદ આ માદક પદાર્થ હેરોઇન હોવાની માહિતી બહાર આવી હતી.
સુત્રોમાંથી માહિતી વિગતો મુજબ વેરાવળ નજીકના સમુદ્રમાંથી સુરક્ષા એજન્સીઓને મળેલી બાતમીના આધારે એક ફિશીંગ બોટમાં વેરાવળ બંદર ઉપર આવી રહેલા હેરોઇનના મોટા જથ્થાને ઝડપી લીધો હતો. એસઓજી, એલસીબી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટમાંથી ઝડપાયેલા 9 જેટલા ખલાસીની પુછપરછ ચાલુ છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષથી કેફી પદાર્થોનો જંગી જથ્થો પકડાતો જ રહ્યો છે અત્યાર સુધી મુખ્યત્વે કચ્છમાંથી હેરોઇન સહિતનું ડ્રગ્સ પકડાતુ રહ્યું હતું. અત્યાર સુધીમાં હજારો કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. આ સિવાય દ્વારકા, મોરબી પંથકમાંથી પણ અગાઉ સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ પકડયું હતું હવે વેરાવળના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાતા ખળભળાટ છે.
એવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે ડ્રગ્સ માફીયાઓએ કચ્છ જેવા ભાગોમાં વધેલી સુરક્ષાથી બચવા માટે હવે વેરાવળ જેવા અન્ય દરિયાઇ કાંઠા પર નજર તાકી હોઇ શકે છે. ડ્રગ્સના દુષણને ડામી દેવા માટે રાજય સરકારે અનેક વખત પ્રતિબધ્ધતા દર્શાવી જ છે અને ડ્રગ્સ માફીયાઓને ઝડપવા કોઇ પણ કચાશ નહીં છોડવાનું જાહેર કર્યુ છે.