Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર નજીક વાડી વિસ્તારમાંથી ડ્રોન મળી આવ્યું!

જામનગર નજીક વાડી વિસ્તારમાંથી ડ્રોન મળી આવ્યું!

શહેર ડીવાયએસપી તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો : રમકડાં જેવું ડ્રોન જણાતા પોલીસે રાહત અનુભવી

જામનગર શહેરના નવા નાગના ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાંથી ડ્રોન મળી આવતાં ગ્રામજનો દ્વારા પોલીસમાં જાણ કરાતાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ ડ્રોન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

એક તરફ યુઘ્ધની સ્થિતિ છે ત્યારે આવી આપાતકાલિન સ્થિતિમાં જામનગર નજીક આવેલા દરિયાકિનારે અને સોલ્ટ વિસ્તાર પાસે નવા નાગના ગામના વાડી વિસ્તારમાં ડ્રોન મળી આવતાં ગ્રામજનો દ્વારા તાત્કાલિક પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે ગંભીરતાને ઘ્યાનમાં રાખી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી કેમેરા વગરનું રમકડાં જેવું ડ્રોન કબ્જે કરી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને રિપોર્ટ કર્યો હતો. હાલ યુઘ્ધની સ્થિતિમાં વાડી વિસ્તારમાંથી ડ્રોન મળી આવતાં પોલીસ સતર્ક થઇ ગઇ હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, રમકડાં જેવું ડ્રોન મળી આવતાં રાહત અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular