Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયડ્રાઇવિંગ લાયન્સ અને આરસી બુક 31 જૂન સુધી રિન્યુ કરાવી શકાશે

ડ્રાઇવિંગ લાયન્સ અને આરસી બુક 31 જૂન સુધી રિન્યુ કરાવી શકાશે

- Advertisement -

કોરોનાના કેસ વધી જતાં કેન્દ્ર સરકારે ફરી વખત ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. હવે રિન્યૂની છેલ્લી તારીખ 30મી જૂન થઈ ગઈ છે. અગાઉના નોટિફિકેશન પ્રમાણે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂ કરવાની તારીખ 31મી માર્ચ હતી.

- Advertisement -

કેન્દ્ર સરકારના વાહન અને પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને બધા જ રાજ્યોને ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂની તારીખ 30 મી જૂન સુધી કરવાની ભલામણ કરી છે.અગાઉની જાહેરાત પ્રમાણે છેલ્લી તારીખ 31મી માર્ચ હતી. કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવાયો હતો. ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી બુક અને પરમિટ જેવા વાહનોને લગતાં દસ્તાવેજોને રજિસ્ટર કરવાની છેલ્લી તારીખ 30 જૂન-2021 કરાઈ છે.

પાંચમી વખત તારીખમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે લોકડાઉન આવ્યું ત્યારે 30મી માર્ચ-2020 સુધી સમયમર્યાદા વધારાઈ હતી. એ પછી 9મી જૂન-2020 કરાઈ હતી. તે પછી 24મી ઓગસ્ટ-2020, ત્યારબાદ 27મી ડિસેમ્બર-2020ના રોજ વાહન અને પરિવહન મંત્રાલયે નોટિફિકેશન જારી કર્યું હતું. ફેબુ્રઆરીમાં જે લાઈસન્સની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી તેમનું લાઈસન્સ હવે 30મી જૂન-2021 સુધી માન્ય રાખવામાં આવશે. કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશનથી જેમના લાઈસન્સની સમયમર્યાદા પૂરી થઈ છે એવા અસંખ્ય લોકોને રાહત થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular