Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસમર્પણ સર્કલે સતત થતાં ટ્રાફિકજામથી ત્રસ્ત વાહનચાલકો

સમર્પણ સર્કલે સતત થતાં ટ્રાફિકજામથી ત્રસ્ત વાહનચાલકો

- Advertisement -

જામનગર-ખંભાળિયા માર્ગ પર સમર્પણ સર્કલ નજીક આમ તો ઘણાં દિવસોથી ટ્રાફિકજામની સમસ્યા રહેલી છે. પરંતુ, છેલ્લાં બે દિવસથી આ સમસ્યા વધુ વકરી ગઈ છે અને સર્કલ પાસેના તમામ માર્ગો પર વાહનોની લાંબી કતારો થઈ જવાથી વાહનચાલકો ત્રસ્ત થઈ ગયા છે. આજે પણ ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનોની કતારો ઓવરબ્રીજ ઉપર પહોંચી ગઈ હતી.

- Advertisement -

જામનગર શહેરમાં વર્ષોથી ટ્રાફિક સમસ્યા અવિરત રહી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કાયમી રહેલી આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે કોઇપણ પ્રકારનું લાંબા ગાળાનું આયોજન કરવામાં આવ્યું નથી. વર્ષોથી અવિરત રહેલી સમસ્યાના નિરાકરણને બદલે શહેરમાં જુદા જુદા પોઇન્ટ પર નવી ટ્રાફિક સમસ્યાઓ વકરતી જાય છે. છેલ્લાં એક દાયકા કરતાં વધુ સમયથી તંત્ર શહેરની મુખ્ય સમસ્યાના ઉકેલમાં ઉણુ ઉતર્યુ છે. સમયની સાથે વાહનો અને શહેરના વિસ્તારો વધતાં જાય છે. તેની સામે શહેરનો ટ્રાફિક પણ સતત વધી રહ્યો છે. ત્યારે આ બન્ને તંત્ર દ્વારા લાંબા ગાળાનું આયોજન કરી ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટેના આયોજનો કરવા જોઈએ પરંતુ જામનગર શહેરની પરિસ્થિતિ તદન વિપરીત છે. અહીં સમસ્યા ઓછી થવાને બદલે વધતી જાય છે. હાલમાં જ જામનગર-ખંભાળિયા માર્ગ પર સમર્પણ સર્કલ નજીક છેલ્લાં ઘણાં સમયથી ટ્રાફિક જામની સમસ્યા શરૂ થઈ છે. જેમાં સવારના સમયે અને સાંજના સમયે ટ્રાફિક જામ થઈ જાય છે. આ બન્ને સમયે વાહન વ્યવહાર રૂટિન કરતાં અનેકગણો વધુ હોય છે. આજે પણ આ સર્કલ નજીક સવારના સમયે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસ વિભાગ દ્વારા દરરોજ થતી આ સમસ્યાના નિરાકરણ માટે કોઇપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યાં નથી. જેને કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ કાયમી માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular