કાલાવડ નજીકથી પસાર થતી ઈકો કારના ચાલકે કોઇ કારણસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી મારી જતાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, અલીરાજપૂર જિલ્લાના ભાભરા તાલુકાના સેજવાડીનો વતની અને કાલાવડ પંથકમાં મજૂરીકામ કરતો કમલેશ સમાભાઈ પરમાર (ઉ.વ.31) નામનો યુવાન મંગળવારે મધ્યરાત્રિના સમયે જીજે-10-એસી-8912 નંબરની ઈકો કારમાં કાલાવડ તરફ આવતો હતો તે દરમિયાન નચીકેતા સ્કૂલ પાસે પહોંચ્યો ત્યારે કોઇ કારણસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાલકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ પિન્ટુ દ્વારા જાણ કરાતા હેકો વી.ડી.ઝાપડિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડ નજીક કાર પલ્ટી ખાઇ જતાં ચાલકનું મોત
મંગળવારે મધ્યરાત્રિના અકસ્માત: પોલીસ દ્વારા કાર્યવાહી