Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ઓવરસ્પીડ બોલેરો ચલાવતો ચાલક ઝડપાયો - VIDEO

જામનગર શહેરમાં ઓવરસ્પીડ બોલેરો ચલાવતો ચાલક ઝડપાયો – VIDEO

જામનગર શહેરમાં લાલ બંગલાથી ટાઉનહોલ તરફના માર્ગ પરથી અન્ય લોકોના જીવ જોખમાય તે રીતે બોલેરોચાલકે તેનું વાહન ચલાવ્યાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બોલેરોચાલકની ધરપકડ કરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના સાત રસ્તાથી લાલ બંગલા થઇ ટાઉનહોલ સુધીના માર્ગ પર પુરપાટ બેફિકરાઇથી ચલાવી અન્ય લોકોની જિંદગ જોખમમાં મૂકતા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચનાથ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. બી. ગજ્જર તથા સ્ટાફે ક્ધટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજના આધારે જીજે10-ટીવાય-1025 નંબરના બોલેરો વાહનચાલક વિરૂઘ્ધ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ સીસીટીવી ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે બોલેરોચાલકની ધરપકડ કરી વાહન કબ્જે કરી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular