નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મું આજે દેશના સર્વોચ્ચ પદના શપથગ્રહણ કર્યા હતા. તેઓ દેશમાં 15મા અને આદિવાસી સમુદાયમાંથી આવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. એટલું જ નહીં, તે સ્વતંત્ર ભારતમાં જન્મેલી પ્રથમ વ્યક્તિ છે જે સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે. શપથ લીધા બાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મુના પરિજનો પણ સામેલ થયા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ સંસદના સેન્ટ્રલ હોલમાં યોજવામા આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મુર્મુને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. આ પછી તેમને 21 તોપોની સલામી આપવામા આવી. રાષ્ટ્રપતિ સેન્ટ્રલ હોલમાં ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કર્યા.નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સૌથી પહેલા સંસદ પહોંચ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, પ્રધાનો, રાજયપાલો, વિવિધ દેશોના મુખ્ય પ્રધાનો અને રાજદૂતો, સંસદના સભ્યો અને અગ્રણી લશ્કરી અને નાગરિક અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
મુખ્ય ન્યાયાધીશ એનવી રમન સેન્ટ્રલ હોલમાં ગૌરવપૂર્ણ વાતાવરણમાં મુર્મુને પદના શપથ ગ્રહણ કરાવ્યા. ત્યારબાદ 21 તોપોની સલામી આપવામાં આવી. શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ, વડાપ્રધાન, અનેક રાજયોના રાજયપાલો, મુખ્યમંત્રીઓ, ઘણા દેશોના રાજદૂતો અને ત્રણેય સેવાઓના વડાઓ હાજર રહયા હતા. જૂના સંસદભવનમાં શપથ લેનારા છેલ્લા રાષ્ટ્રપતિ હશે. વર્તમાન બિલ્ડિંગમાં છેલ્લું સત્ર ચાલી રહ્યું હોવાથી નવી સંસદને વિદાય આપનાર તે પ્રથમ પ્રમુખ પણ હશે. આગામી શિયાળુ સત્ર નવા બિલ્ડીંગમાં યોજાશે. સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવન’ માટે રવાના થયા હતા. ત્યાં તેમને ઇન્ટર-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યું અને વિદાય લેતા રાષ્ટ્રપતિ સાથે સૌજન્ય મુલાકાત કરવામાં આવી. 64 વર્ષીય મુર્મુએ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. મુર્મુએ સાંસદો અને ધારાસભ્યોના 64 ટકાથી વધુ માન્ય મતો મેળવ્યા અને મતોના વિશાળ માર્જિનથી ચૂંટણી જીતી. સિન્હાના 3,80,177 વોટ સામે મુર્મુને 6,76,803 વોટ મળ્યા. 25 જુલાઈ 1977ના રોજ પ્રથમ વખત છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમસંજીવ રેડ્ડીએ શપથ લીધા હતા.
મુર્મું 10મા રાષ્ટ્રપતિ હશે. મુર્મુની પુત્રી બેંક ઓફિસર ઇતિશ્રી અને જમાઈ ગણેશ હેમબ્રમ શપથ સમારોહ માટે દિલ્હી પહોંચી ગયા છે. મુર્મુના ભાઈ તારીનસેન ટુડુ અને ભાભી સુકરી ટુડુ તેની સંથાલી સાડીઓ અને અરિસા પીઠા લાવ્યા છે, જે આદિવાસીઓની પરંપરાગત મીઠાઈ છે.
લોકશાહીની તાકાતે મને આ પદ સુધી પહોંચાડી : મુર્મુ
દ્રૌપદી મુર્મુએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં પદના શપથ લીધા બાદ કહ્યું કે, હું દેશની આવી પ્રથમ એવી રાષ્ટ્રપતિ છું, જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે સ્વતંત્ર ભારતના નાગરિકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે આપણે આપણા પ્રયત્નો વધારવા પડશે. દ્રૌપદી મુર્મુએ કહ્યું, મારો જન્મ ઓડિશામાં એક આદિવાસી ગામમાં થયો હતો. પરંતુ તે દેશની લોકશાહીની શક્તિ છે જેણે મને આટલે સુધી પહોંચાડી છે. દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથગ્રહણ બાદ પોતાનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે હું સમગ્ર ભારતના નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓ અને અધિકારોના પ્રતિક સમાન આ પવિત્ર સંસદ તરફથી તમામ દેશવાસીઓને નમ્રતાપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. તમારી આત્મીયતા, તમારો વિશ્વાસ અને તમારો સાથ, મારા માટે આ નવી જવાબદારી પૂરી કરવામાં મોટી તાકાત હશે.
ઓડિશાથી ઉપસ્થિત રહયા 64 વિશેષ મહેમાનો
મુર્મુના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઓડિશાના 64 વિશેષ મહેમાનો હાજરી આપી છે. શપથ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ મહેમાનો માટે લંચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ દરેકને આખી બિલ્ડીંગ ફેરવવામાં આવશે. મુર્મુ દેશના 10મા રાષ્ટ્રપતિ છે જેમણે 25 જુલાઈએ શપથ લીધા છે.