6 ડિસેમ્બરના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરની પૂણ્યતિથિ હોય, જામનગર શહેરમાં લાલબંગલા સર્કલ પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, લાલજીભાઇ સોલંકી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દાસાણી ઉપરાંત સામતભાઇ પરમાર, પ્રવિણસિંહ જાડેજા, રાજુભાઇ યાદવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતાં.