Sunday, December 22, 2024
Homeમનોરંજનઉનાળામાં ઘરે બેસીને આ બુક વાંચવાનું ન ભૂલતા...

ઉનાળામાં ઘરે બેસીને આ બુક વાંચવાનું ન ભૂલતા…

રોમાન્સ, સાયન્સ ફિક્શન, કલ્પનાઓનું જીવન, સંઘર્ષની સફર કરાવતી આ બુકો તમારું જીવન બદલી નાખશે

- Advertisement -

હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે ત્યારે લોકો ગરમીથી બચવા બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અને આ સમયનો સદુપયોગ કરવા માટે રોમાન્સ, સાયન્સ ફિક્શનથી લઈને ફેમેલી અને રોમાંચક બુકોનું લીસ્ટ અમે અહીં દર્શાવી રહ્યા છીએ. જે વાંચવાથી ઉનાળાની ગરમીમાં પણ કુલ અનુભવો થશે.

- Advertisement -

To Paradise (Kindle Edition)

ત્રણ સદીઓ સુધી ફેલાયેલી આ તેજસ્વી નવલકથામાં અમેરિકાનું વર્ણન છે, જ્યાં લોકો તેઓ જેને ઇચ્છે છે તેને પ્રેમ કરવા માટે સ્વતંત્ર છે. પ્રેમ, કૌટુંબિક મૂલ્યો, અને કલ્પનાઓના જીવન અંગેના વિચારો રજુ કરવામાં આવ્યા છે.  આ બુકના લેખિકાહાન્યા યાનાગીહારાએ ખુબ જ સરસ રીતે પોતાના વિચારો રજુ કર્યા છે. તેણીની આ બુકમાં  ત્રણ એવા પાત્રો નો ઉલ્લેખ છે જે આપણને ડર, પ્રેમ, એકલતા અને જીવનમાં આપણી પ્રાથમિકતાઓ પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે.

- Advertisement -

Glory

ગ્લોરી એ એક પ્રેરણાદાયી દંતકથા છે. જેમાં જીદાદાના પ્રાણી સામ્રાજ્ય અંગેની વાતો છે. જેમાં લેખિકા બુલાવાયો સમયના ચક્રમાં ફસાયેલા દેશની વાર્તા કહે છે. તે આપણને યાદ અપાવે છે કે જુલમ ત્યાં સુધી જ ચાલે છે જ્યાં સુધી પીડિતો તેનો સામનો કરવા તૈયાર હોય. જેમાં પરીઓ વિષેની દંતકથા છે. પ્રતીકાત્મક રીતે વિવિધ પ્રાણીઓનું વર્ણન કરીને ગ્લોરીમાં ઝિમ્બાબ્વે સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયા અને વૈશ્વિક કોલાહલ પર તેના મુદ્દાઓને સમજાવ્યા છે.

- Advertisement -

Olga Dies Dreaming

જો આ પુસ્તક મોટા પડદા પર આવે તો આશ્ચર્ય પામશો નહીં. Xochitl ની પ્રથમ નવલકથા એક કોંગ્રેસમેન અને તેની બહેન ઓલ્ગાના કે જેઓ વેડિંગ પ્લાનર છે તેમના જીવનના ઉતાર ચઢાવ પર છે. જેમાં બન્નેએ તેમના જીવનની શરૂઆતથી જ સંઘર્ષ કર્યો છે. અને હવે તેઓ 40 વર્ષના છે તે ઉંમર વિષેના ઉતાર ચઢાવનું પણ વર્ણન છે. આ બન્ને ભાઈ-બહેન તેમના પિતાના મૃત્યુ પછી અનાથ થઈ ગયા હતા કારણ કે તેમની માતા બ્લેન્કાએ તેમને છોડી દીધા હતા. બાદમાં ઓલ્ગાને એક વ્યક્તિ સાથે પ્રેમ થઇ જાય છે. અને તેને કૌટુંબિક રહસ્યો સોલ્વ કરવામાં પ્રેમીથી મદદ મળે છે, આમ આ આ નવલકથા રાજકીય ભ્રષ્ટાચાર, પારિવારિક ઝઘડા અને અમેરિકન સ્વપ્નની કલ્પનાને સપાટી પર લાવે છે.

Sea of Tranquility

આ બુકના લેખક સેન્ટ જ્હોન મેન્ડેલ તેની અદ્ભુત શૈલી દ્વારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને સુંદર રીતે વણી લે છે અને તેમાં જ ટકી રહેવા માટે આપણે શું કરવું જોઈએ તે સ્થિતિનું વર્ણન કરે છે.

Where the Sun Never Sets

લેખિકા સ્તુતિ ચાંગલે, તેણીની નવી નવલકથા, વ્હેર ધ સન નેવર સેટ્સમાં COVID-19 લોકડાઉનના સમયમાં લખી છે. બાળપણના અવિસ્મરણીય સપના, અશાંત કિશોરવયના વર્ષો, જટિલ ગાઢ સંબંધો, માનવીય સ્થિતિસ્થાપકતા અને આશાની અપવાદરૂપ શક્તિનું એક ઉત્તેજક અંગત વર્ણન છે. નેશનલ બેસ્ટ સેલર ઓથર સ્તુતિ ચાંગલે COVID-19 લૉકડાઉનમાં એક એવી હૃદયસ્પર્શી નોવેલ લખી છે. જે લોકોના અંધકારના સમયમાં એક આશાનું કિરણ ઉભું કરે છે. ચાંગલે તેના સરળ અને યાદગાર પાત્રો માટે જાણીતી છે. પોતાના સપનાને ક્યારેય ન છોડવા વિશે એક પ્રેરણાત્મક અને કાલ્પનિક વર્ણન આ બુકમાં કરવામાં આવ્યું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular