જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા કોરોનાકાળ દરમિયાન અનુદાન આપનાર દાતાઓના સન્માનનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં રાજપૂત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ગત 2 વર્ષ કોરોનાકાળ દરમિયાન થયેલ સમૂહલગ્નના રૂ.25,000થી ઉપર સુધીના દાતાઓનું સન્માન તથા મોમાઈમોરા ખાતે મોમાઈ માતાજીના મંદિરના પૂન:નિર્માણ માટે જેમના દ્વારા રૂ. 71 લાખનું માતબર અનુદાન જાહેર કર્યું તથા જામનગર રાજપૂત ક્ધયા છાત્રાલયમાં 2 વર્ષ દરમ્યાન ભોજન ખર્ચ અંદાજે 1 કરોડ 40 લાખનો ખર્ચ કર્યો હતો. તેવા જામનગર ઉત્તરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)ના સન્માનનો કાર્યક્રમ તા. 20ના જામનગર જિલ્લા રાજપૂત સમૂહલગ્ન સમિતિ દ્વારા રાજપૂત સમાજ ભવન જામનગર ખાતે યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણી ઉદ્યોગપતિ સરદારસિંહ જાડેજા, અખિલ ભારતીય ક્ષત્રીય મહાસભા અધ્યક્ષ ગોવુભા જાડેજા (ડાડા), માર્કેટીંગ યાર્ડ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, પૂર્વ જાડાના ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, રીટાયર્ડ એ.સી.એફ. ઘનશ્યામસિંહ સોઢા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજા, રાજપૂત સમાજના રસ્ટી પ્રદ્યુમ્નમસિંહ જાડેજા (ધ્રોલ),સમાજના સેક્રેટરી ધર્મેન્દ્રસિંહ ઝાલા, ાજભા જાડેજા (વાગુદડ), કાલાવડ માર્કેટીંગ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા (શિશાંગ), ગિરિરાજસિંહ ગાહિલ, દિલીપસિંહ જાડેજા (હાડાટોડા), વોર્ડ નં.2 કોપોરેટર જયેન્દ્રસિંહ ઝાલા તથા કોપોરેટર જયરાજસિંહ જાડેજા, રાજપૂત સમાજના મહિલા કોર્પોરેટરો મહિલા આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનું સંચાલન રાજપૂત સમાજ સમુહલગ્ન સમિતિના પ્રોજેક્ટ ડાઈરેક્ટર પ્રવિણસિંહ જે. જાડેજા (સેવક ધુણીયા), ખજાનચી હિતેન્દ્રસિંહ ચુડાસમા તથા સહખજાનચી ઘનશ્યામસિંહ ઝાલાએ તથા સમુહલગ્ન સમિતિના સભ્યોએ કર્યું હતું. વિવિધ સંસ્થાના ભાઈઓ બહેનો અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ બાદ સ્વરૂચિ ભોજન યોજાયું હતું. તેમ જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતસિંહ જાડેજાની યાદી જણાવે છે.