સતત ત્રીજી પેઢી સુધી સમર્પણ હોસ્પિટલના ભામાશાનું બિરૂદ જાળવી રાખતા લાડુમા ધામેચા ચેરીટેબલ ટ્રસ્ટ યુ.કે. પરિવારના સેવાભાવી સભ્યો છેલ્લા 20 વર્ષમાં સમર્પણ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં વેઇટીંગ હોલ, ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ તેનો મેઇન્ટેન્સ ફંડ તેમજ ગૌ-શાળામાં ગાયો માટે 20 હજાર ચો. ફૂટનો ઓપન પ્લોટ તથા ગાયોને ચાલુ વરસાદે રહેવા તથા ફરવા માટે 25 હજાર ચો.ફૂટનો વિશાળ ડોમ અને ચોમાસામાં સુકુ ઘાસ રાખવા માટે પાંચ હજાર ચો.ફૂટનું વિશાળ ગોડાઉન અને આવા અનેક કાર્યો સતત આ સેવાભાવી પરિવારે કર્યું છે.
મોરના ઇંડા ચીતરવા ન પડે તેમ ધામેચા પરિવારે સૌરાષ્ટ્રમાં સૌથી પહેલું એવું અતિઆધુનિક ટેકનોલોજી સાથેનું જાપાનનું ફિલ્પિસ કંપનીનું 32 સ્લાઇઝનું સીટી સ્કેન મશીન સમર્પણ હોસ્પિટલને દાનમાં આપી મહાદાનનો પુરાવો આપેલ છે. સંસ્થા ઉપર સીટી-એમઆરઆઇ મશીનનો રૂા. 13 કરોડના ખર્ચમાં આ પરિવાર ખભે-ખભા મિલાવીને સાથે ઉભો રહેલ છે અને સમર્પણ હોસ્પિટલ માટે પોતાના પરિવારની જવાબદારી છે તેવું પોતાની પેઢીને શીખવાડેલ છે. આવા સેવાના ભેખધારી ધામેચા પરિવારના દરેક સભ્યને પ્રભુ પાસે પ્રાર્થના કે આપેલા મહાદાનનું અનેકગણુ કરીને આપે, હંમેશા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તેમના પરિવાર ઉપર વરસતી રહે. તેમ મેનેજિંગ ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલાએ જણાવ્યું હતું.