Sunday, December 22, 2024
Homeરાજ્યધ્રોલ-જોડિયા પંથકમાં રામ મંદિર નિર્માણ માટે 15 લાખનું દાન

ધ્રોલ-જોડિયા પંથકમાં રામ મંદિર નિર્માણ માટે 15 લાખનું દાન

- Advertisement -

સમગ્ર ભારત વર્ષના નાગરિકોને શ્રી રામ મંદિર નિર્માણ કાર્યમાં સહયોગી બનાવવાના અભૂતપૂર્વ શ્રી રામ મંદિર નિર્માણ માટે સહાયતા રાશિ એકત્રિત કરવા માટે ટ્રસ્ટ તરફથી તા.15 જાન્યુઆરથી તા.12 ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવેલ લે અને તેની તમામ જવાબદારીઓ તાલુકા કક્ષાએ સમિતિઓ બનાવીને આ પવિત્ર કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ છે.

- Advertisement -

ધ્રોલ ખાતે શ્રી રામ મંદિર નિર્માણ નિધિ એકત્રિકરણ અભિયાન અંતર્ગત ધ્રોલ-જોડિયા તાલુકાના વરિષ્ઠ પત્રકાર અને ન્યૂઝ પેપર એજન્ટ હસમુખભાઈ કંસારા તરફથી રૂા.11,111 નું આ પવિત્ર કાર્યમાં સમર્પણ કરવામાં આવેલ.
ધ્રોલ તાલુકા ખાતે શ્રી રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણના કાર્યક્રમો માટે સંયોજક રાજુભાઈ દવે, સહસંયોજક યોગેન્દ્રસિંહ સરવૈયા અને કાર્યાલય પ્રમુખ પંકજભાઈ ગડારા કાર્યરત છે.

ધ્રોલ શહેર તથા તાલુકાની કામગીરી વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા આર એસ એસ ના કાર્યકરો અનિલભાઇ ભૂત, અશ્ર્વિનભાઈ સંતોકી, આશિષભાઈ રામાનૂજ, કિરીટભાઈ ટંકારિયા, પંકજસિંહ ગોહેલ, કિશોરભાઈ પરમાર, મેઘજીભાઈ ચાવડા, રાજેન્દ્રસિંહ સોલંકી, ગૌરવભાઈ મહેતા, પુનાભાઈ વરૂ તથા અનેક કાર્યકર્તા અભિયાનને સફળ બનાવવા કાર્યરત છે.

- Advertisement -

ધ્રોલ તાલુકામાં અત્યાર સુધીમાં 15 લાખ રૂપિયાની રાશિ એકત્ર કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય રૂા.એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર, સાન્વી સ્વીનીંગ મોલ, સોયલ તથા રૂા. એક લાખ અંજનાબા જાડેજા તરફથી સર્વાધિક રાશિ પ્રાપ્ત થયેલ છે. આ નિધિ એકત્રિકરણનો કાર્યક્રમ તા. 12 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. ત્યારે આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા ધર્મનુરાગી ભાઈ-બહેનો મો.92282 17602 ઉપર સંપર્ક કરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular