સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 ફેકલ્ટીના પ8 બોર્ડ પૈકી સૌથી પહેલા મેડિકલ ફેકલ્ટીના તમામ સાત બોર્ડના ચેરમેન અને અધરધેન ચેરમેનની બિનહરિફ વરણી કરવામાં આવી છે.
ઉપકુલપતિ ડો. વિજય દેશાણી, સિન્ડિકેટ સભ્ય ડો. ભાવિન કોઠારી અને મેડિકલ ફેકલ્ટીના ડીન ડો. વિજય પોપટ દ્વારા આ બોર્ડ બિનહરિફ થાય અને સર્વાનુમતે સભ્યોની વરણી થાય તેવા પ્રયાસો કરાયા હતા. જેમાં ફર્સ્ટ એમબીબીએસ બોર્ડમાં ચેરમેન ડો. નિલેશ્વરી વાળા જામનગર, અધરધેન ચેરમેન ડો. સંજય મહેતા સુરેન્દ્રનગર, એમબીબીએસ પાર્ટ 1માં ચેરમેન ડો. દિનેશ પરમાર જામનગર, અધર ધેન ચેરમેન ડો. સંકલ્પ વણઝારા રાજકોટ, એમબીબીએસ પાર્ટ ટુમાં ચેરમેન ડો. નલિની આનંદ જામગનર, અધરધેન ચેરમેન ડો. સુધીર મહેતા જામનગર, સ્પેશ્યાલીટી વોર્ડમાં ચેરમેન ડો. વંદના ત્રિવેદી જામનગર, અધરધેન ચેરમેન ડો. જીતુ વાછાણી જામનગર, ફિઝીયોથેરાપી બોર્ડમાં ચેરમેન ડો. હાર્દિક ત્રિવેદી રાજકોટ, અધરધેન ચેરમેન ડો. દિનેશ ઓઝા અને ડેન્ટલમાં ચેરમેન ડો. જયેશ મહેતા તેમજ અધરધેન ચેરમેન ડો. સંજય ઉમરાણીયાની બિનહરીફ વરણી કરાઈ છે.