આધુનિક યુગમાં સગવડતાઓ ખૂબ વધી રહી છે. પરંતુ સાથે સાથે કામનો લોડ પણ વધી રહ્યો છે. આજની લાઈફ સ્ટાઈલને પહોંચી વળવા માણસ સવાર સાંજ એક કરીને કામ કરી રહ્યો છે. ત્યારે સ્ટ્રેસ લેવલ વધી રહ્યું છે. તો આ વધતા સ્ટ્રેસની આપણા હૃદય પર કેવી અસર પડે છે ? ચાલો જાણીએ.
ગુરૂગ્રામ થી ડો. મનમોહનસીંગ ચૌહાણ કહે છે કે, સ્ટ્રેસના કારણે દિલની બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય રીતે નાની ઉંમરમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે 30 થી 40 ની ઉંમરમાં દિલ પર સ્ટ્રેસના કારણે અસર પડવાનું ધ્યાને આવ્યું છે. જાણે સ્ટ્રેસ એ પણ આપણી લાઈફ સ્ટાઈલનો એક ભાગ બની ગયો હોય તેવું લાગે છે. જેનાથી લોકો સીગારેટ અને શરાબ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આ બંને ચીજો જે સેહન માટે હાનિકારક છે. એકધારુ સ્ટ્રેસ તમારા લોહીમાં કોર્ટિસોલ નામનું હોર્મોન રીલીઝ કરે છે જેના કારણે ધબકારા વધી જાય છે. અને બીપી તેમજ સુગર પણ વધે છે. અને આ ત્રણેય સમસ્યાઓ હાર્ટ ડીસીસને નોતરે છે. અને સ્ટ્રેસ લોહીની નસને પણ નુકસાન પહોંચાડે છે. જેના કારણે કોલેસ્ટ્રોલ પણ વધે છે.
સ્ટ્રેસને લાઈફનો એક ભાગ બની ગયો છે. ત્યારે તેને એવોઈડ કરવું અઘરું છે. પરંતુ તેનાથી રાહત મેળવવા અમુક ટીપ્સ ડોકટર્સ આપે છે જેમ કે પરિવાર સાથે સમય વિતાવવો, રોજ ઓછામાં ઓછું એક કલાક કસરત કરવી જોઇએ. યોગ અને ધ્યાન નિયમિત કરવું જોઇએ.સીગારેટ અને સેચ્યુરેટેડ ફેટવાળી ચીજોથી દૂર રહેવું તેમ તમે સ્ટ્રેસથી રાહત મેળવવું જોઇએ અને તમારા કામ કરતા તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઇએ.