Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયહવે ડૉકટરોએ પણ ફરજિયાત લાયસન્સ રિન્યુ કરાવવું પડશે

હવે ડૉકટરોએ પણ ફરજિયાત લાયસન્સ રિન્યુ કરાવવું પડશે

- Advertisement -

ઈન્ડીયન મેડીકલ રજીસ્ટરની જગ્યાએ રાષ્ટ્રીય ચિકીત્સા આયોગ ટુંક સમયમાં જ નેશનલ મેડીકલ રજીસ્ટર તૈયાર કરવા જઈ રહ્યું છે, જેના માધ્યમથી દેશમાં સક્રીય ડોકટરોના સાચા આંકડા બહાર આવશે. એનએમઆરમાં ડોકટરોને સ્વત: દુર થવાની અનુમતિ પણ મળશે. સાથે સાથે તેમને નિશ્ર્ચિત સમયગાળા બાદ લાયસન્સનું નવિનીકરણ કરાવવું જરૂરી બનશે. સૂત્રો અનુસાર એનએમઆરમાં ત્રણ નવી જોગવાઈઓ જોડવામાં આવી રહી છે. એક ડોકટરોને તેમનું રજીસ્ટ્રેશન પાછું ખેંચી લેવાની સુવિધા હશે. તે જરૂરિયાત મુજબ પોતાને રજીસ્ટ્રેશન પાછું લઈ શકે છે અથવા અનિયમિત કરાવી શકે છે. બીજું, નિશ્ર્ચિત યોગ્યતાની કમી બહાર આવે કે અન્ય કારણોથી લાયસન્સને સસ્પેન્ડ અને રદ કરવાની પણ વ્યવસ્થા હશે. ત્રીજું, તેમાં એક સમયગાળો નકકી કરવામાં આવશે, ત્યારબાદ લાયસન્સનું નવીનીકરણ કરાવવું જરૂરી રહેશે. જો કે અનેક રાજયોમાં ડોકટરો માટે પાંચ વર્ષ બાદ લાયસન્સના નવીનીકરણનો નિયમ છે. પરંતતુ એનએમઆરમાં આ વ્યવસ્થા પુરા દેશમાં લાગુ કરવામાં આવશે. નવો સમયગાળો શું હશે તે હજુ નકકી કરવાનું બાકી છે. ઉલ્લેખનિય છે કે હાલ આઈએમઆરમાં રજીસ્ટર્ડ ડોકટરોની સંખ્યા હજુ એ જ (13 લાખ) છે, જે 1947 પહેલા પણ હતી ! પુન: રજીસ્ટ્રેશન માટે ડોકટરોએ વધારાની યોગ્યતા, તૈનાતી અને અન્ય સંપર્કની વિગત આપવી પડશે. મતલબ, કોઈ ડોકટર અમેરિકા ચાલ્યો ગયો છે તો તે ભારતમાં ફરી રજીસ્ટ્રેશન નહીં કરાવી શકે. કોઈ અન્ય કાર્યમાં લાગ્યો છે તો તેના માટે પણ પુન: રજીસ્ટ્રેશન કરાવવું મુશ્કેલ બનશે. રજીસ્ટ્રેશન રદ પણ થઈ શકે છે: જે ડોકટરો બીજા કામમાં લાગ્યા છે અને જેમને મેડીકલ પ્રેકટીસ નથી કરવી, તેમના રજીસ્ટ્રેશન પાછા લઈ શકાશે. જેથી રાજયવાર ડોકટરોની સંખ્યાની જાણકારી મળશે. નીતિઓ બનાવવામાં પણ મદદ મળશે. એનએમઆરમાં રજીસ્ટ્રેશન શરૂ થતા પહેલા તે બધા રજીસ્ટ્રેશન રદ થઈ જશે, જે સક્રીય નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular