મોટર બગડી જતાં ડોકટરો ડોલ લઇ પાણી ભરવા મજબૂર
સૌરાષ્ટ્રની સૌથી મોટી એમ.પી. શાહ મેડિકલ કોલેજના પીજી હોસ્ટેલમાં છેલ્લા ચાર દિવસથી પાણીની મોટર બગડી જતાં રેસિડેન્ટ ડોકટરોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડયો હતો.
જામનગરની જી.જી. હોસ્પિટલ સંલગ્ન પીજી મેડિકલ હોસ્ટેલમાં અંદાજે 500 જેટલા રેસી. ડોકટરો રહે છે. આ હોસ્ટેલમાં ટાકામાં પાણી ચડાવતી મોટર બગડયા બાદ રિપેર ન થતાં ડોકટરો પાણી વગરના રહ્યાં હતાં. આ અંગે પીઆઇયુના ઇલેક્ટ્રીકટ ઇજનેરને જાણ કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં રેસિડેન્ટ ડોકટરો ડોલ લઇને પાણી ભરવા જવા મજબૂર થયા હતાં. જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.