જામનગરમાં નર્સિંગ કર્મચારીઓ દ્વારા તેમના પડતર પ્રશ્નો અંગે છેલ્લાં ઘણા દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર દ્વારા યુએનએફ ટીમના પ્રતિનિધિ ગ્રૂપને મિટિંગમાં બોલાવી એક તરફ ચર્ચા કરી હડતાલ પાછી ખેંચવા અપીલ કરી હતી. તો બીજી તરફ આખરી નિર્ણય લેતા પહેલા બે પ્રતિનિધીની બદલી કરતા નર્સિંગ કર્મચારીઓમાં રોષ ફેલાઈ ગયો હતો.
જયારે આજે સવારથી જ નર્સિંગ કર્મચારીઓ મેડિકલ કેમ્પસ ખાતે એકઠા થયા હતા અને હડતાલ પાડી વિરોધ કરતા પોલીસ દ્વારા દરમિયાનગીરી બાદ ઘરે ફરજથી દૂર રહી વિરોધ ચાલુ રાખ્યો હતો.
દરમ્યાન નર્સિંગ કર્મચારીઓની હડતાલથી હોસ્પિટલમાં પરિસ્થિતિ વણસી ગઈ હતી. અને તબીબોએ દર્દીની સારવારની સાથે-સાથે નર્સિંગ કર્મચારીની ફરજ પણ નિભાવી પડે છે