આજના ફાસ્ટ યુગમાં કોઇપાસે સમય નથી કે પોતાના શરીરના અંગોની સારી રીતે માવજત કરી શકે તો વળી પેહલાંના લોકો જેટલી ધીરજ પણ નથી. પહેલાંના આપણા વડીલો અધડી કલાક સુધી બેસીને આરામથી દાંતણ કરતા અને દાંત તેમજ પેઢાને મજબુત બનાવતા હતાં એટલે તો પહેલાંના સમયમાં શેરડીને છોલવા માટે સુડીની જરૂર ના પડતી દાંત મજબુત હોય દાંતથી જ શેરડી છોલતા લોકો જોવા મળતા પરંતુ, સમય બદલાયો છે. લોકો આધુનિક થઈ રહ્યા છે. દેશી દાંતણના સ્થાને ટુથબ્રસ અને ટુથપેસ્ટ આવ્યા છે પરંતુ, આજના માનવીને તે પણ શાંતિથી કરવાનો સમય જ નથી. પરિણામે નાની ઉંમરમાં દાંતોની તકલીફોનો સામનો કરવો પડે છે અને દાંતના દુ:ખાવાથી પીડાતા હોય છે ત્યારે ચાલો અહીં કેટલાંક તાત્કાલિક ઉપાયો જાણીએ જેનાથી દાંતના દુ:ખામાં રાહત મળી રહેશે.
જો તમારા દાંતમાં કોઇ દુ:ખાવો થાય છે તો પરિણામે માથુ પણ ભારે થઈ જાય છે તો વળી ચહેરાના તે ભાગમાં પણ સખ્ત પીડા અનુભવાતી હોય છે. ત્યારે હંમેશા તેને ઈગ્નોર ન કરતા તાત્કાલિક દાંતના ડોકટરની સલાહ લેવી પરંતુ, તમે ડોકટર સુધી પહોંચો ત્યાં સુધી આ દુ:ખાવામાં રાહત મેળવવા કેટલાંક ઉપાયો નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યા છે જેમ કે,
1. મીઠાના પાણીનો ઉપયોગ
તમે દાંતના ડોકટર પાસે પહોંચો ત્યાં સુધી તમે ગરમ અને મીઠાવાળા પાણીથી તમારા મોં ને કોગળા કરી શકો છો. દાંતના દુ:ખાવામાં રાહત મેળવવા માટે આ એક સારું મિશ્રણ છે. તેના માટે એક મોટા મગમાં પાણી લો અને તેમાં 1 થી 2 ચમચી મીઠું ઉમેરો આ પાણી મોંમા ભરો અને કોગળા કરી લો. તેને ગળ ન જાઓ.
2. હાઈડ્રોજન પેરોક સાઈડથી ધોઇ લો
મીઠાના પાણી ઉપરાંત હાઈડ્રોજન પેરોકસાઈડથી પણ કોગળા કરી શકો છો. આ માટે પાણી અને દવાને સમાન માત્રામાં ભેળવીને પછી કોગળા કરો. હંમેશા પાણીમાં હાઈડ્રોજન પેરોકસાઈડ મિકસ કરો તેને પાણીમાં ભેળવ્યા વિના ઉપયોગ કરશો નહીં.
3. બરફનું કોમ્પ્રેસ
તમારા હાથમાં થોડો બરફ લો અને તેને દુ:ખાવાવાળી જગ્યા પર લગાવો. જ્યાં સુધી તે જગ્યામાં સુન્ન ન થઈ જાય ત્યાં સુધી તેને ઘસો ડોટકરો માને છે કે બરફ તમારા મગજમાં દુ:ખાવાના સંકેતો મોકલવાનું બંધ કરે છે.
4. લવિંગ તેલનો ઉપયોગ
દુ:ખાવાવાળા સ્થાને તેલમાં પલાળેલા કપાસના બોલને મૂકો તેને એવી રીતે સેટ કરો કે તે ચોંટી જાય આ ઉપાય દ્વારા પણ તાત્કાલિક દુ:ખાવામાં રાહત મેળવી શકાય છે. પરંતુ, દાંતના ડોકટરની સલાહ લેવી ખાસ જરૂરી છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


