Thursday, December 12, 2024
Homeરાષ્ટ્રીયખાનગી હોસ્પિટલો વ્યાપારી એકમ, સરકારી સુરક્ષા ન મળે : સુપ્રિમ કોર્ટ

ખાનગી હોસ્પિટલો વ્યાપારી એકમ, સરકારી સુરક્ષા ન મળે : સુપ્રિમ કોર્ટ

દિલ્હી મેડિકલ એસોસિએશનની સુરક્ષાની માંગ કરતી અરજી ફગાવાઇ

- Advertisement -

દેશમાં તબીબો પર દર્દીઓના કે તેમના સગાસંબંધીઓના વધતા જતા હુમલામાં એક તરફ કેન્દ્ર સરકારે આકરુ તબીબ- સુરક્ષા કાનૂન અમલમાં મુકયા છે પણ ખાનગી હોસ્પીટલો કે નર્સીંગ હોમને સરકારી સુરક્ષા પુરી પાડવાની એક રીટ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એસ.કે.કૌલની ખંડપીઠે આ પ્રકારે ખાનગી હોસ્પીટલ અને નર્સીંગ હોમને કેન્દ્ર કે રાજય સરકાર સુરક્ષા પુરી પાડી શકે નહી તેવું સ્પષ્ટ જણાવતા જણાવ્યું કે ખાનગી હોસ્પીટલો એક વ્યાપારની માફક ચાલે છે. તેઓને સરકારી સુરક્ષા મળી શકે નહી. સર્વોચ્ચ અદાલતે સીધો પ્રશ્ર્ન પૂછયો હતો કે દેશભરની ખાનગી હોસ્પીટલો અને નર્સીંગ હોમ તથા તબીબ સહિતના સ્ટાફને કઈ રીતે સરકાર સુરક્ષા પુરી પાડી શકે?

દિલ્હી મેડીકલ એસો. દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવ્યું હતું કે તબીબો અને આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ પર હુમલા સામાન્ય બની ગયા છે અને તેઓને યોગ્ય સુરક્ષાની જરૂર છે પણ સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે મોટા શહેરોમાં દરેક માર્ગો પર હોસ્પીટલ-નર્સીંગ હોમ હોય છે. કઈ રીતે તમો આ તમામને સરકાર સુરક્ષા પુરી પાડી શકે!

- Advertisement -

તમો ખાનગી વ્યાપાર, ધંધા માટે સરકારી સુરક્ષાની અપેક્ષા રાખી શકો નહી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યુ કે તબીબો કે મેડીકલ સ્ટાફ પરના હુમલા એ અસ્વીકાર્ય છે અને તે માટે એક સીસ્ટમ છે. જેના મારફત આ પ્રકારના હુમલાખોરો સામે કામ ચલાવી શકાય છે. સરકારી હોસ્પીટલોને સુરક્ષા એ સરકારનો નિર્ણય છે. અદાલત તેમાં દરમ્યાનગીરી કરી શકે નહી. સુપ્રીમ કોર્ટે ખાનગી એકમોને સલામતી વ્યવસ્થા માટે કહી શકે નહી. ઉપરાંત ખાનગી હોસ્પીટલોને કેવી સુરક્ષા હોવી જોઈએ તે પણ અમો જણાવી શકીએ નહી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular