વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ જામનગર આવી રહ્યા છે. જામનગરમાં જનમેદનીને સંબોધન કરી નવ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાત મુહુર્ત કરનાર છે. તેમજ દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી ભવ્ય રોડ-શો પણ યોજાનાર છે. જેને લઇ વહીવટીતંત્ર તેમજ જામનગર શહેર-જિલ્લા ભાજપા દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે. વડાપ્રધાનના રોડ-શોના રૂટ ઉપર રોશનીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. માર્ગોની સાથે સાથે વિવિધ સરકારી તેમજ ખાનગી ઇમારતો ઉપર પણ રોશનીના ભવ્ય શણગાર થયા છે. રોશનીના શણગારથી દિવાળી પૂર્વે જ છોટીકાશીમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રીના સમયે રોશનીથી આ માર્ગો ઝળહળી ઉઠયા છે.