જિલ્લા માહિતીકચેરી, જામનગર ખાતે ફરજ બજાવતા માહિતી મદદનીશ દિવ્યાબેન હિતેન્દ્રકુમાર જોશી (દિવ્યા કે. ત્રિવેદી)એ ડો. કાંતિ ઠેસિયાના માર્ગદર્શન હેઠળ પત્રકારત્વ વિભાગમાં ગ્રામીણ પત્રકારત્વના વિકાસ અને પ્રચાર-પ્રસારમાં આકાશવાણી અને દૂરદર્શન રાજકોટ કેન્દ્રની ભૂમિકા એક અધ્યયન વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ખાતે મહાનિબંધ રજુ કરેલ હતો. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટએ માન્યતા આપતા પત્રકારત્વ વિષયમાંથી એચ.ડી થયા છે. જે બદલ જીલ્લા મહિતી કચેરીના સર્વે સ્ટાફ તેમને અભિનંદન પાઠવે છે.