કોરોના સંક્રમણ ચેપને નિયત્રણમાં લાવવા તેમજ જાહેર હિતમાં તમામની સ્વાસ્થ્ય સુખાકારીને ધ્યાને લઇ જાન્યુઆરી- 2022 અંતર્ગત તા. 27-01-2022 ના રોજ યોજાનાર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્ર્મ હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે. હવે પછી યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંગે સરકાર તરફથી સૂચના થયે નવી તારીખની જાણ કરવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.