Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાશે

જામનગરમાં જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાશે

- Advertisement -

જામનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ધારાસભ્ય રીવાબા જાડેજા અને મોડેલ કરિયર સેન્ટર, જામનગરના માર્ગદર્શન હેઠળ આગામી તા.12 ડિસેમ્બરના રોજ સવારે 10:30 કલાકે જિલ્લાકક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

- Advertisement -

મેગા રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો-ડેટા, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈ.ટી.આઈ. કેમ્પસ, એસ.ટી.ડેપો સામે, જામનગર પર સમયસર હાજર થવાનું રહેશે. આ અંગે, વધુ માહિતી કચેરીના સંપર્ક નં. 0288-2564654 પરથી મેળવી શકાશે. તેમ, મદદનીશ નિયામક (રોજગાર) સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular