જામનગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા આજે જીલ્લા કક્ષાની અંધજન સ્પર્ધાનું ધન્વન્તરી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલ મહાકુંભમાં 112 પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને 35 પ્રજ્ઞાચક્ષુ બહેનો સહીત ફુલ 147 પ્રજ્ઞાચક્ષુઓ જોડાયા હતા.જેમાં લાંબી કુદ, બરછી ફેંક, ગોળા ફેક, 100 મીટરની દોડ સહિતની જુદી-જુદી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકને પાંચ હજાર રૂપિયા, દ્વિતિય સ્થાને વિજેતા સ્પર્ધકને ત્રણ હજાર, જ્યારે તૃતિય સ્થાને વિજેતા થનાર સ્પર્ધકને 2,000 રૂપિયાના રોકડ પુરસ્કારો અપાયા છે.