Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજુનીયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજજ

જુનીયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજજ

દ્વારકા જિલ્લાના કુલ 41 કેન્દ્રો ખાતે 10,140 ઉમેદવારો જૂનીયર કલાર્કની પરીક્ષા આપશે

- Advertisement -

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. 9 ના યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા ઉમેદવારો નિશ્ચિંત બની આપી શકે એ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. આ અંગે યોજવામાં આવેલી એક બેઠકમાં પરીક્ષાર્થીઓ 12.10 વાગ્યા પહેલા વર્ગ ખંડમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું છે.
જિલ્લા કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 41 પરીક્ષા કેન્દ્રોમાં 10,140 ઉમેદવારો પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે. પરીક્ષા આપવા આવતા ઉમેદવારોનું પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. મહિલાઓનું મહિલા પોલીસકર્મી દ્વારા ગરિમાપૂર્ણ રીતે ચેકિંગ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક ગેઝેટ જેવા કે, મોબાઈલ, બ્લુટૂથ, સ્માર્ટ વોચ, કેમેરા, લેપટોપ જેવા ગેજેટ પરીક્ષા ખંડમાં લઇ જવાના નથી. પરીક્ષા કેન્દ્રો પર ફરજમાં રોકાયેલા કર્મચારી પણ મોબાઈલ ફોન લઈ જઇ શકશે નહિ.

- Advertisement -

ઉમેદવારો બ્લ્યુ અથવા કાળી પેન, કોલ લેટર અને સરકાર માન્ય ઓળખપત્ર વર્ગખંડમાં લઇ જઇ શકશે. પરીક્ષાર્થી 12.10 વાગ્યા સુધીમાં પોતાની બેઠક લઇ લે તે જરૂરી છે. ઉમેદવારોના માર્ગદર્શન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. લેન્ડ લાઇન નંબર 02833-234207 ઉપર ફોન કરી ઉમેદવારો માર્ગદર્શન મેળવી શકશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 15 રૂટ સુપરવાઇઝર તેમજ 2 રિઝર્વ તથા 15 આસીસ્ટન્ટ રૂટ સુપરવાઇઝર અને 2 રિઝર્વની પણ નિયુક્તિ કરવામાં આવી છે. સમગ્ર પરીક્ષા પ્રક્રીયાનું સીસીટીવી દ્વારા નિરીક્ષણ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ મોનિટરિંગ કરવાના છે.

- Advertisement -

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જાહેર પરીક્ષામાં થતી ગેરરીતિ અને પ્રશ્ર્નપત્ર ફૂટી જતું અટકાવવા અને તેની સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) અધિનિયમથી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. આ કાયદા અંતર્ગત જો કોઈ વ્યક્તિ ગુનો કરશે તો તેને જુદી જુદી કલમોની જોગવાઈ મુજબ 3 વર્ષથી 10 વર્ષ સુધી કેદ અને / એક લાખથી એક કરોડ સુધીના દંડની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરીક્ષા આપવા આવતા તમામ ઉમેદવારો નિશ્ચિંત અને નિર્ભિક બનીને પરીક્ષા આપે તેવી અપીલ કરતા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ સફળતા માટેની શુભકામનાઓ પણ આપી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular