અન્ન અને નાગરીક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રણજીતસાગર રોડ ઉપર આવેલી જ્ઞાનગંગા સ્કૂલ ખાતે વેક્સિનેશન કેમ્પમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને લોકોને રસીનો બીજો ડોઝ લઇ રસીકરણની પ્રક્રિયાને પૂર્ણ કરી કોરોના સામે લડત આપવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો તેમજ વેક્સિન લેવા આવેલ લોકોને માસ્ક તેમજ સેનેટાઇઝર મંત્રીના હસ્તેવિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે તેમની સાથે મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયભાસિંહ જેઠવા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, કોર્પોરેટર શોભનાબેન પઠાણ, હર્ષાબા જાડેજા, જયંતિભાઇ ગોહિલ, પરેશ દોમડીયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, ભરતભાઇ પરમાર, વિજયસિંહ ચાવડા, ભરતસિંહ ચુડાસમા તથા જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક વિમલભાઇ ગઢવી તથા દિવ્યેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.