વિશ્વ કેન્સર ડે નાં ઉપક્રમે ઓનકોલોજી વિભાગ, જી જી સરકારી હોસ્પિટલ જામનગર નાં નર્સિંગ કર્મચારીઓ, ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ ટીમ દ્વારા જી જી સરકારી હોસ્પિટલ જામનગરના કેન્સર વિભાગમાં સારવાર અર્થે આવતા દર્દીઓને ફ્રૂટ જ્યુસ વિતરણ કરી તેમને આરોગ્યશિક્ષણ અને તેમના રોજીંદા જીવનમાં હકારાત્મક અભિગમથી એક સાહસિક જીવનશૈલી માટે પહેલ કરી હતી. કેન્સર વિભાગનાં આઉટડોર દર્દી વિભાગ ખાતે નર્સિંગ સેવાઓ આપતા નીલમણિબેન વ્યાસ, સ્ટાફ નર્સ તેમજ તેમની ટીમ, અને કેન્સર વિભાગના વોર્ડ ખાતે અલ્પાબેન પટેલ, હેડ નર્સ અને તેમની ટીમ એ દર્દીઓ માટે ફ્રૂટ જ્યુસ બનાવી સારવાર લેતા કેન્સરના દર્દીઓને વિતરણ કર્યું હતું