Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયLICનું ડિસઇન્વેસ્ટમેન્ટ : બધું જ જાણો

LICનું ડિસઇન્વેસ્ટમેન્ટ : બધું જ જાણો

- Advertisement -

કેન્દ્રના નાણાકીય બજેટમાં એલઆઇસીમાં વધુ હિસ્સો વેચવાની સરકારે જાહેરાત કરી છે. આ મુદ્દો વિવાદે ચઢવાનો છે. એની શરૂઆત થઇ ચૂકી છે. પણ આ મુદ્દે મતમતાંતર છે. કેન્દ્ર આ માટે મકકમ છે. કારણ કે, એમાંથી સરકારને ખાસ્સી આવક થઇ શકે એમ છે. કોરોના મહામારીમાં સરકારની આર્થિક હાલત ખરાબ છે અને સ્વાસ્થ્ય તથા માળખાકીય સુવિધા માટે ભારે બજેટ ફાળવાયું છે ત્યારે સરકાર એની મિલકતો અને હિસ્સો વેચવા આગળ વધી રહી છે.પણ આ શકય બનાવવા માટે સરકારે ઘણી પ્રક્રિયા કરવી પડે એમ છે. સરકાર મોટાભાગે ઓકટોબર સુધીમાં આ માટે આઇપીઓ લાવી શકે છે. પણ આ માટે કેટલાંક મહત્વના સુધારા કરવા પડે એમ છે. એલાઇસીની રચના 1956ના કાયદા તળે થઇ છે અને એમાં આઇપીઓ લાવવાની કોઇ જોગવાઇ નથી એટલે કેટલાક સુધારા મહત્વના છે. આ માટે કેટલાય સંશોધન કરવા પડશે અને લગભગ 25થી વધુ સંશોધન લાવવા પડશે.

- Advertisement -

એલઆઇસી બહુ માલદાર કંપની છે. સૌથી ધનવાન કંપનીઓમાંથી એક છે સરકારને નાણાંની આવશ્યકતા પડે તયારે સરકારની નજર એલઆઇસી પર જરૂર પડે છે. હવે સરકાર હિસ્સો વેચવા માંગે છે. એલઆઇસી માર્કેટ વેલ્યુએશન 9 લાખ કરોડ જેટલું છે અને આ દ્રષ્ટિએ સરકાર માટે હિસ્સો વેંચી સારી એવી આવક સરળતાથી થઇ શકે છે અને એક જ ઝાટકે સરકારને એક લાખ કરોડ મળી શકે છે.

એલઆઇસીનો સતત વિસ્તાર થઇ રહ્યો છે. લોકો હવે વીમો ઉતરાવતા થયા છે. સારવાર એટલી મોંઘી થઇ છે કે, વીમા વિના સારી સારવાર મેળવવાનું મુશ્કેલ છે. પણ સવાલ ઇ બને છે કે, એલઆઇસીનો હિસ્સો વેચવાથી એના ગ્રાહકોને કોઇ નુકશાન થશે ખરૂ ? નિષ્ણાંતો માને છે કે, એનાથી કોઇ નુકસાન ગ્રાહકોને થવાનું નથી. હા, એલઆઇસી સ્ટોક એક્ષચેન્જમાં લીસ્ટ થશે અને એ પછી એ બજાર પર નિર્ભર રહેશે. કોઇપણ એના શેર ખરીદી શકશે અને એની પણ જાણકારી મળશે કે, એલઆઇસી શેરબજારમાં કેટલું રોકાણ કરે છે.

- Advertisement -

એટલે કે એક પ્રકારે એલઆઇસીમાં પારદર્શિતા આવશે. એલઆઇસી કયાં રોકાણ કરે છે એ માહિતી ગ્રાહકને ઉપલબ્ધ બનશે કારણ કે એ માહિતી સ્ટોક એક્ષચેન્જને આપવી પડે છે અને આ કારણે એલઆઇસીની જવાબદારી વધશે અને એલઆઇસીની આર્થિક સ્થિતિ એટલી મજબૂત છે કે, એના શેરમાં રોકાણ કરી રીટેઇલ રોકાણકારો સારું રીટર્ન પણ મેળવી શકે છે. સરકાર એનો દસ ટકા હિસ્સો વેચી શકે છે.

ટીકાકારો એમ માને છે કે, એલઆઇસી સારો એવો નફો કરે છે તો સરકાર શા માટે એનો હિસ્સો વેચવા માગે છે. અને પૈસા જોઇતા હોય ત્યાંથી મળે છે અને એ સારો સ્ત્રોત છે. હિસ્સો વેચી દીધા બાદ સરકારનું વર્ચસ્વ નહિ રહે. તો બીજી બાજુ નિષ્ણાંતો એમ માને છે કે, દરેક સંસ્થાઓનું ખાનગીકરણ કરવું જરૂર નથી અને સરકારે વીમા ક્ષેત્રે 75 ટકા સુધી વિદેશી રોકાણની પણ છૂટ આપી છે. એટલે વધુ ખાનગી કંપનીઓ બજારમાં આવવાની છે અને એલઆઇસી સામે સ્પર્ધા વધશે. આ સિથતિમાં એલઆઇસીને કેટલો ફર્ક પડશે એ કહેવું મુશ્કેલ છે. પણ સરકાર નિર્ણય કરી લીધો છે અને આઇપીઓની હવે રાહ રહેશે. પણ સરકારે એલઆઇસીનો આઇપીઓ લાવતા પહેલાં ઘણા કાયદાકિય સુધારા કરવા પડશે એમાં કેટલો સમય જાય છે એ જોવાનું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular