જામનગરમાં 19 વર્ષીય યુવા જૈન મુનીએ પ-ફ-બ-ભ-મના ઉપયોગ કર્યા વિના 60 મીનીટ સુધી વ્યાખ્યાન આપ્યું હતું. આ જામનગરની ભૂમિ ઉપર સૌપ્રથમ ઉપર આવો કાર્યક્રમ યોજાયો હતો અને વિશ્વ રેકોર્ડ રચાયો હતો.
જામનગરની ધન્ય ધરા પર સૌ પ્રથમવાર વિશ્વના ઇતિહાસમાં, ભવ્ય ભારતના ઇતિહાસમાં, જામનગરના જૈન દર્શન ઉપાસક સંઘ (પેલેસ)માં બિરાજમાન પ.પૂ. પંન્યાસ તારકચંદ્રસાગરજી મહારાજની નિશ્રામાં માત્ર 19 વર્ષિય યુવામુનિ શ્રમણચંદ્રસાગર મહારાજે પ-ફ-બ-ભ-મ આ પાંચ અક્ષરો ઉપયોગ કર્યા વગર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
View this post on Instagram
આજથી 350 વર્ષ પહેલાં સાધુ મહારાજ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ ખૂબ વિદ્વાન. એમણે ભરસભામાં વાદ-વિવાદ કર્યો હતો. વાદ-વિવાદ એટલે શાસ્ત્રમાં કહેલી વાતોથી સાચી વાત સિધ્ધ કરવી. આ જૈન મુનિએ સંસ્કૃતમાં વાદ-વિવાદ કર્યો. જાણવા લાયક વાત હવે શરૂ થાય છે. આ યશોવિજયજી મહારાજે ભરસભાને કહ્યું, જુઓ હું આ વિવાદ શરૂ કરૂં છું. એ જ રીતે જામનગરમાં ગઈકાલે 3પ0 વર્ષ પૂર્વે જે ઈતિહાસ રચાયો હતો. ત્યારબાદ પ્રથમ વખત જ 19 વર્ષીય શ્રમણચંદ્રસાગર મ.સા. કે જે 19 વર્ષના છે. તેમણે 9 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી હતી. તેઓએ પ-ફ-બ-ભ-મ આ પાંચ અક્ષરો જ્યારે બોલ્યા વગર લગભગ 80 મિનિટ સુધી વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યુ કે, શિક્ષકોની મહાનતા જેમ કે, સચીનના શિક્ષક આચરેકરજીએ સચીનને મહાન બનાવ્યો. એમ કહ્યુ જેમાં રમાકાંત આચરેકર નામ છે તો મહારાજ રમાકાંત નહીં ફકત આચરેકરનો ઉપયોગ કરી ભાષણ કર્યુ હતુંં. આ રીતે ભારતની બદલે હિન્દુસ્તાનનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કર્યા હતાં.
જૈન દર્શન ઉપાસક સંઘ (પેલેસ)માં બિરાજમાન પ. પૂ. પંન્યાસ તારકચંદ્રસાગરજી મહારાજની નિશ્રામાં માત્ર 19 વર્ષિય યુવામુનિ શ્રમણચંદ્રસાગર મહારાજે આવો પ્રયોગ કર્યો હતો. આ કાર્યક્રમમાં પટેલ કોલોનીમાં બિરાજમાન મતિચંદ્રસાગરસુરીશ્વરજી મહારાજા આદી ઠાણા, તથા કામદાર કોલોનીમાં બિરાજમાન મહારાજ, તમામ સંઘમાં બિરાજમાન સાધ્વીજી મહારાજ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગરના કલેકટર કેતન ઠક્કર, કમિશનર ડી.એન. મોદી, એસ.પી. સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, જામનગર ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, તિત ગુજરાત પ્રાંતના અગ્રણી મહેશભાઈ જીવાણી, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જૈન અગ્રણીઓ કલ્પેશભાઈ શાહ, પ્રકાશભાઈ વસા, દીપકભાઈ બારડોલી, કુમાર ચેટર્જી, જાણીતા જ્યોતિષી વિશ્વભાઈ વોરા, અનેક કાશી વગેરે થી આવેલ હિન્દી તથા સંસ્કૃત ભાષાના પંડિતો ઉપરાંત તમામ અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અમદાવાદ, રાજકોટના સંઘના લોકોએ પધારી લાભ લીધો હતો. જામનગરના તમામ જૈનોના સંઘના શ્રાવક-શ્રાવિકાઓ, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત તમામ ધાર્મિક ચેનલોમાં ઘણા લોકોએ લાઈવ નિહાળ્યું. યૂ-ટયૂબ ચેનલ મારફત પણ આ ભારતભરમાં ઈતિહાસ રચાયો તે નિહાળ્યુ હતુ.


