Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતબનાસકાંઠામાં આફતનો વરસાદ

બનાસકાંઠામાં આફતનો વરસાદ

ડિસામાં સાંબેલાધાર 10 ઇંચ વરસાદ : 3 થી 4 ફૂટ પાણી ભરાઇ જતાં પાલનપુર-આબુરોડ હાઇવે બંધ કરવામાં આવ્યો : વરસાદી સિસ્ટમને કારણે કચ્છના લખપત-અબડાસામાં પણ 4-પ ઇંચ વરસાદ ખાબકયો : સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં પણ ધોધમાર વરસાદ

- Advertisement -

સૌરાષ્ટ્ર અને ગુજરાત પર છેલ્લા 3 દિવસથી મંડરાઇ રહેલી વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત અને કચ્છમાં આફત બનીને વરસી રહી છે. ગઇકાલે સાબરકાંઠામાં ભારે વરસાદ વરસ્યા બાદ આજે બનાસકાંઠામાં વહેલી સવારથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ડિસામાં આભ ફાટયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં 10 ઇંચ વરસાદ ખાબકયો છે.

- Advertisement -

જયારે દાંતીવાડામાં પણ પાંચ ઇંચ વરસાદ વરસી ગયો છે. બનાસકાંઠામાં વરસી રહેલાં ભારે વરસાદને કારણે પાલનપુર આબુ રોડ હાઇવે પર 3 ફૂટ જેટલાં પાણી ભરાઇ જતાં હાઇવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ વરસાદી સિસ્ટમ કચ્છમાં પણ આફત નોતરી રહી છે. 100 ટકાથી વધુ વરસાદ ધરાવતાં કચ્છમાં હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધીમે-ધીમે પાકિસ્તાન તરફ સરકી રહેલી આ વરસાદી સિસ્ટમને કારણે આજે સવારથી કચ્છના અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. પશ્ર્ચિમ-કચ્છના અબડાસા, લખપત જેવા છેવાડાના વિસ્તારમાં સવારથી 4-પ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાત પર મંડરાઇ રહેલાં સાઇકલોનિક સરકર્યુલેશનની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. રાજકોટના ગોંડલ તાલુકામાં સવારથી ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સતત વરસી રહેલાં વરસાદને કારણે જળાશયોમાં પણ પાણીની ભરપૂર આવક થતાં તંત્રને અનેક જળાશયોમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular