સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે સતત પાંચમાં દિવસે વિપક્ષ દ્વારા હોબોળો થતા લોકસભાની કાર્યવાહી બપોર બાદ 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવની નોટીસ આપી છે.કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી આજે સંસદ પહોંચતા જ આપ સાંસદ સંજય સિંહને મળ્યા હતા. સંજય સિંહ અને કોંગ્રેસના સાંસદ રજની પાટીલને સંસદના બાકીના ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. તેમની માંગ છે કે પીએમ ગૃહમાં આવે અને મણિપુર મુદ્દે ચર્ચા કરે. આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે અમે જાણીએ છીએ કે અમારા પક્ષમાં સંખ્યાબળ નથી પરંતુ લોકશાહી માત્ર સંખ્યાઓ પર આધારિત નથી. મણિપુર સળગી રહ્યું છે અને લોકો પીએમ બોલવાની રાહ જોઈ રહ્યા છે. કદાચ અવિશ્ર્વાસ પ્રસ્તાવના બહાને તેમને કંઈક બોલવા માટે દબાણ કરવામાં આવે. આ સૌથી મોટી ઉપલબ્ધિ હશે.