ચાલુ નાણાંકીય વર્ષમાં લગભગ 35.5 ટકાના વધારા સાથે ડાયરેકટ ટેક્ષ કલેકશન લગભગ 6.5 લાખ કરોડ થયુ છે જે દર્શાવે છે કે રેવન્યુ ફલો મજબૂત છે. રીટર્નો ભરાયા પછી ડાયરેકટ ટેક્ષ કલેકશન 30 ટકા વધીને 5.3 લાખ કરોડે પહોંચવાનો અંદાજ છે, જે આખા નાણાંકીય વર્ષના બજેટ અંદાજના 37 ટકા છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષીસ એ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે 1 એપ્રિલ 2022 થી 8 સપ્ટેમ્બર 2022 દરમ્યાન 1.19 લાખ કરોડના રીફંડ ઓર્ડર ઇસ્યુ થઇ ગયા છે, જે ગયા વર્ષના આ જ સમયગાળા કરતા 65.3 ટકા વધારે છે. આ આંકડાઓ સરકારને રાહત આપશે કે અન્ન અને ખાતરની સબસીડી પર વધારે ખર્ચ થવા છતાં નાણાંકીય ખાદ્ય બજેટના અંદાજ અનુસાર જીડીપીના 6.4 ટકાની અંદર રહેશે. અત્યારના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીએ તો સરકારને આશા છે કે જીએસટીનું કલેકશન બજેટની ધારણા કરતા વધારે થશે. ડાયરેકટ ટેક્ષમાં, પર્સનલ ઇન્કમ ટેક્ષ 44 ટકા વધ્યો છે (રીફંડ બાદ કરીએ તો 28 ટકા), જયારે કોર્પોરેશન ટેક્ષ આ વર્ષમાં અત્યાર સુધીમાં 26 ટકા વધ્યો હોવાનું સ્ટેટમેન્ટમાં કહેવાયુ છે. 15 સપ્ટેમ્બરે એડવાન્સ ટેક્ષ કલેકશન ભરાવાનું છે ત્યારે સરકારને આશા છે કે ડાયરેકટ ટેક્ષ કલેકશનમાં આવેલી ગતિ જળવાઇ રહેશે.