Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય10 લાખની વસ્તીવાળા શહેરોમાં નહીં જોવા મળે ડિઝલ વાહનો

10 લાખની વસ્તીવાળા શહેરોમાં નહીં જોવા મળે ડિઝલ વાહનો

- Advertisement -

દેશમાં સતત વધતા જતા હવાના પ્રદુષણને ઘટાડવા અને ગ્લોબલ વોર્મિંગ મુદે વૈશ્ર્વિક એજન્ડાને સાકાર કરવા 2030 સુધીમાં દેશમાં ઈ-વાહનોની સંખ્યા 50 ટકા કરવાના મહત્વાકાંક્ષી આયોજનો હવે કેન્દ્ર સરકાર આગામી સમયમાં ડિઝલ વાહનો માટે કડક નિયંત્રણો લાદવા જઈ રહી છે. એક તરફ નવી સ્કેપ પોલીસી મુજબ 15 વર્ષથી જુના વાહનોમાં પ્રદુષણની અને તેની ઈંધણ વપરાશની ક્ષમતા મુજબ ફીટનેસ સર્ટીફીકેટ મેળવવાનું રહેશે અને જે વાહનો માર્ગ પર દોડવા માટે ફીટ નહી હોય તેને સ્કેપમાં મોકલવાના રહેશે.

- Advertisement -

જો કે આ પોલીસીના સમયમાં કેટલી સફળતા મળશે તે પ્રશ્ર્ન છે. ખુદ સરકાર પણ તેમાં ગંભીર જણાતી નથી તે સમયે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એનજી ટ્રાન્ઝીશન એડવાઈઝરી કમીટીએ સલાહ આપી છે કે, 2027 સુધીમાં દેશના જે શહેરોની વસતિ 10 લાખ કે તેથી વધુ હોય ત્યાં ડિઝલ વાહનો પર પૂર્ણ રીતે પ્રતિબંધ લાદવો જરૂરી છે તથા જાહેર ટ્રાન્સપોર્ટમાં હવે તમામ વાહનો ઈ-વ્હીકલ હોય તે નિશ્ર્ચિત કરવું જરૂરી છે.

દેશમાં ડિઝલ વાહનો ખાસ કરીને લાખો જૂના વાહનો જે ડિઝલ પર દોડે છે તે હવામાં પ્રદુષણ માટે સૌથી વધુ જવાબદાર છે અને આ ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર કાર્બન ઉત્સર્જનમાં 15 ટકા ફાળો આપે છે અને ફોસીલ-ફયુલ જે પેટ્રોલ-ડિઝલ જેવા ઈંધણ છે તે કાર્બન ઉત્સર્જનમાં 57 ટકા હિસ્સો આપે છે અને તેમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં દર વર્ષે 6 ટકાની વૃદ્ધિ થઈ રહી છે તો વાયુ પ્રદુષણમાં 40 ટકા ફાળો આ પ્રકારના ટ્રાન્સપોર્ટ ક્ષેત્રનો છે અને આ હવાનું પ્રદૂષણ આરોગ્ય સંબંધી અનેક સમસ્યાઓ સર્જે છે જેના કારણે 10000 લોકો દર વર્ષે મૃત્યુ પામે છે પણ આ આંકડો લાખોમાં હોઈ શકે છે. જો આ સ્થિતિમાં ડિઝલ વાહનો પર નિયંત્રણ આવે તો કાર્બન ઉત્સર્જનમાં મોટી સફળતા મળશે. દેશમાં હવે વૈકલ્પિક ઈંધણ તરીકે સી.એન.જી.નો ઉપયોગ વધ્યો છે.

- Advertisement -

પણ તે 2035 સુધી જ વિભાગમાં લેવા અને 2030 સુધીમાં તમામ જાહેર પરિવહન ઈ-પરિવહન મારફત જ થાય તે નિશ્ર્ચિત કરાશે. 2024 બાદ નવી ડિઝલ બસો ખરીદાશે નહી. લાંબા અંતરના પ્રવાસમાં પણ ઈ-વાહનો જેમાં ચાર્જીંગ બેટરી સ્વેપીંગની વ્યવસ્થા હશે. ઉપરાંત જો ઈ-વાહનોને ખૂબજ લાંબા અંતરનો પ્રવાસ કરવા માટે યોગ્ય વ્યવસ્થા થાય નહી તો સીએનજી-એલએનજીનો મર્યાદીત ઉપયોગ મંજુર રહેશે. દેશમાં 50, 000 ઈ-બસો ખરીદવા ખાસ રૂા.1000 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. દિલ્હીને દેશનું સૌથઈ પ્રદુષીત શહેર છે ત્યા 2024 સુધીમાં 8000 ઈ-બસ અને 2030 સુધીમાં 30 ટકા વાહનો ઈલેકટ્રીક પર દોડશે. ત્યાં હાલ ઈવી ચાર્જીંગ સ્ટેશન ફફત 1800 જ છે જેમાં આ વર્ષે જ નવા 2877 ઉમેરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular