ખંભાળિયાના રઘુવંશી સમાજમાં કરૂણતાભર્યા આ બનાવની વિગત મુજબ ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા લોહાણા સદગૃહસ્થ સ્વ. રાઘવજીભાઈ ઓધવજીભાઈ બથિયાના પુત્રવધુ ઈન્દુબેન મોહનલાલ બથિયા (ઉ.વ. 75) બુધવાર તા. 18 મી ના રોજ હૃદયરોગની બિમારી બાદ અવસાન પામ્યા છે. ગુરૂવારે તેમની પ્રાર્થનાસભા બાદ ગઈકાલે શુક્રવારે સાંજે ઈન્દુબેનના પતિ મોહનલાલ બથિયાનું પણ નિધન થયું છે. આમ, બે દિવસના સમયગાળામાં પત્નિ બાદ પતિએ પણ સાથ નિભાવવા માટે અનંતની વાટ પકડતાં આ બનાવે ખંભાળિયા શહેર સાથે સમગ્ર રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.