Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરલાલપુરના રીંજપર નજીક પાણીમાં ડૂબી જતાં પ્રૌઢ અને તરૂણના મોત

લાલપુરના રીંજપર નજીક પાણીમાં ડૂબી જતાં પ્રૌઢ અને તરૂણના મોત

પાણીના ખાડામાં ઢોર ચરાવવા સામેકાંઠે જતા સમયે અકસ્માત: બે વ્યક્તિઓના મોતથી ગામમાં શોકનું મોજું : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી

- Advertisement -

લાલપુર તાલુકાના રીંજપર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા પ્રૌઢ અને તરૂણ બન્ને પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત નિપજ્યાની ઘટનામાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ગંભીર ઘટનાની વિગત મુજબ, લાલપુર તાલુકાના રીંજપર ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને માલધારીનો વ્યવસાય કરતાં નારુભાઈ નાજાભાઈ ખરા (ઉ.વ.57) અને માલાભાઈ સામતભાઈ ખરા (ઉ.વ.14) નામના બન્ને શનિવારે સવારના સમયે રીંજપર ગામમાં સરધુનાવાડી વિસ્તારમાં ઢોર ચરાવવા ગયા હતાં તે દરમિયાન પાણી ભરેલા ખાડામાંથી ઢોરને સામાકાંઠે લઇ જતા સમયે પ્રૌઢ અને તરૂણ બન્નેના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતાં. બે વ્યક્તિઓના મોત નિપજ્યાની ઘટનાની જાણ થતા ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને જાણ કરાતા હેકો એચ.કે. મકવાણા તથા સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો ત્યારબાદ સ્થાનિક તરવૈયાની મદદથી નારુભાઇ ખરા અને માલાભાઈ ખરા નામના નામના બન્ને વ્યક્તિઓના મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular